ઋતુસંહાર
Rutusanhar
ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના શિરમોર સર્જક મહાકવિ કાલિદાસ, જેમનાં કાવ્યો અને નાટકોએ સાહિત્યરસિકો ઉપર અમીટ છાપ છોડી અને સદીઓ પર્યંત વાચકોને આકર્ષિત કર્યા. કાલિદાસનાં શરૂઆતનાં સર્જનોમાંનું એક ગીતિકાવ્ય ‘ઋતુસંહાર’ જેમાં એમણે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ છ ઋતુઓનું અનુપમ વર્ણન કરી એક અદ્ભુત કૃતિ આપી.
માનવામાં આવે છે કે છએ છ ઋતુઓનું શબ્દદર્શન એક જ રચનામાં થયું હોય તેવું કાવ્ય વિશ્વની અન્ય કોઈ ભાષામાં મળતું નથી. એ સંદર્ભે આ કૃતિ અનન્ય છે. છ ખંડ અને 154 શ્લોકોમાં ફેલાયેલું આ કાવ્ય મનુષ્યથી માંડીને સૂક્ષ્મ જીવો પર ઋતુઓની થતી અસરને રોચક રીતે વર્ણવે છે. સાથે કાવ્યમાં એ સમયના સમાજજીવનની અદકેરી ઝલક પણ જોવા મળે છે.
કાલિદાસના આ મહાન કાવ્ય ‘ઋતુસંહાર’નો ગુજરાતીમાં રસાસ્વાદ તથા તેનું અભિનવ પરિશીલન કરાવે છે સાહિત્યકાર સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’. દરેક શ્લોકનો ભાવાનુવાદ વાચકને કૃતિના મૂળ અર્થને પામી કાલિદાસની કલમના કસબમાં તરબોળ કરે છે. આ પરિશીલન દ્વારા કાલિદાસની વિચક્ષણ સર્જકપ્રતિભાનો પરિચય મળે છે.
Product Details
- Pages:118 pages
- Language:Gujarati
- Format:Paperback