About Author

  1. Home
  2. Authors
  3. R. D. Patel
R. D.  Patel

R. D. Patel

આર. ડી. પટેલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ૧૯૭૧થી ૧૯૮૪ સુધી મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. ત્યાર બાદ અમેરિકામાં વસવાટ થયો, શિક્ષણ અને તાલીમ મેળવી, મનોસલાહકાર(સાયકોથેરાપિસ્ટ) તરિકે વ્યવસાય કર્યો. માનસિક રોગો અને ડ્રગ્ઝ, આલ્કોહોલની તકલીફવાળા દર્દીઓની સારવાર કરી.

એમને લખવાનો શોખ ઘણાં વર્ષોથી. અમેરિકામાં પ્રકાશિત થતા ‘ગુજરાત દર્પણ’ અને ‘તિરંગા' માસિકમાં છેલ્લાં ઘણાં વર્ષોથી એમના લેખો, અંગ્રેજી અને ગુજરાતીમાં દરેક માસે પ્રકાશિત થાય છે. અમેરિકામાં ગુજરાતીઓના વસવાટમાં ઊભા થતા પ્રશ્નો અને ખાસ કરીને યુવાનોના અને વડીલોના પ્રશ્નોમાં એમને વિશેષ રસ છે. છેલ્લાં ચૌદ વર્ષથી ગુજરાતીઓની સામાજિક પ્રવૃત્તિઓમાં નિઃસ્વાર્થ સંકળાયા છે. વૈયક્તિક કે કૌટુંબિક પ્રશ્નો અંગે, વૈજ્ઞાનિક સલાહ-સૂચન માટે, અંગત રીતે કે પછી મોટા સમૂહોમાં, સામાજિક સમારંભોમાં ગુજરાતી, અંગ્રેજી કે હિન્દીમાં પ્રવચન આપે છે.

ગુજરાતી સમાજમાં અસરકારક પ્રવક્તા તરીકે જાણીતા છે. દર માસે પ્રકાશિત થતા એમના લેખો ખૂબ વખણાયા છે. આશા છે કે ગુજરાતી વાચકોને આ પુસ્તક કશુંક નવું વિચારવાનું ભાથું પૂરું પાડશે. સેલ્ફ-હેલ્પનાં પુસ્તકોની શ્રેણીમાં આ એમનું બારમું પુસ્તક છે.

Books by R. D. Patel