logo

Author's Collection l Yogesh Vaidya

Yogesh Vaidya

છેલ્લાં ૪૫ વર્ષથી કવિતા લખી રહેલા કવિ યોગેશ વૈદ્ય વ્યવસાયે સિવિલ એન્જીનીયર છે, જી. એચ . સી. એલ. નામક કંપનીમાંથી જનરલ મેનેજર તરીકે હમણાં જ નિવૃત્ત થયા છે. તેમનાં કૂલ પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. ૧- હું જ દરિયો, હું જ ભેખડ (કાવ્યસંગ્રહ), ૨- ભટ્ટખડકી (કાવ્યસંગ્રહ), સાંપ્રત અસમિયા કવિતા ( અનુવાદ), ૪- નવો ઉતારો ( નિબંધ સંગ્રહ) અને ૫- નેખમ ( દીર્ઘકાવ્ય). આ ઉપરાંત તેઓએ ‘નિસ્યંદન’ નામક ગુજરાતી કવિતાનાં ઈ-સામયિકનું સંપાદન કર્યું છે. તેમના ૨૦૨૩માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘ભટ્ટખડકી’ને વ્યાપક પ્રમાણમાં આવકાર મળ્યો છે. આ પુસ્તકને સાહિત્ય અકાદમી, અસાઈત સાહિત્ય સભા અને કલાગુર્જરીનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે તો તેમનાં ‘સાંપ્રત અસમિયા કવિતા’ને સાહિત્ય અકાદમી અને ‘નવો ઉતારો’ પુસ્તકને અસાઈત સાહિત્ય સભાના પારિતોષિકો જાહેર થયાં છે.

scroll-top