Jivram Joshi
જીવરામ જોષીની બાળવાર્તાઓ દાયકાઓથી લોકપ્રિય છે. બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં અમર કાલ્પનિક પાત્રો ની ભેટ ગુજરાતી સાહિત્યને આપી છે. ‘મિયાં ફુસકી’, ‘તભા ભટ્ટ’, ‘ગપ્પીદાસ’, ‘રંગલો’, ‘છકો મકો’, ‘છેલ-છબો’, ‘અડુકિયો-દડુકિયો’ જેવાં લોકપ્રિય પાત્રોનું સર્જન કર્યું છે. તેમણે બાળકોને મજા પડે તેવું ‘રમતગમત ગીતો’નું સર્જન પણ કર્યું છે. તેમણે રચેલાં અમર પાત્રો પરથી નાટકો, સિરિયલ્સ અને ફિલ્મ બન્યાં છે. બાળસાહિત્યમાં એમનું યોગદાન અમૂલ્ય છે.