About Author

  1. Home
  2. Authors
  3. Khalil Dhantejvi
Khalil Dhantejvi

Khalil Dhantejvi

મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે. કવિની હજારથી વધુ ગઝલોના દશ સંચયનાં નામમાં રહેલો ‘સ’નો પ્રાસ કવિત્વશક્તિનાં દર્શન કરાવે છે : ‘સાદગી’, ‘સારાંશ’, ‘સોગાદ’, ‘સૂર્યમુખી’, ‘સાયબા’, ‘સાંવરિયો’, ‘સગપણ’, ‘સરોવર’, ‘સોપાન’, ‘સારંગી’. આ સંગ્રહોમાં સાત શેરની ગઝલોનું પ્રમાણ વધુ છે, જે કવિની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. લાંબી-ટૂંકી બહેર, ચુસ્ત અરૂઝનાં છંદમાપ અને નવીન રદીફ-કાફિયા, લાંબી રદીફ, હમરદીફ-હમકાફિયાના પ્રયોગ અને અનેક વિષયો આ ગઝલોના વિશેષ છે. 

Books by Khalil Dhantejvi