Details

  1. home
  2. Products
  3. બાઉલના ડગલે

બાઉલના ડગલે

Baul Na Dagale

By: SATISHCHANDRA VYAS 'SHABD'
₹300.00

જીવનનું રહસ્ય શું છે?   ભૌતિકવાદીઓ અનુસાર તે મૃત્યુ સુધીની એક સફર છે. અધ્યાત્મવાદીઓ મૃત્યુને અલ્પવિરામના આત્માને અજર-અમર માને છે. ધાર્મિકો અને દાર્શનિકો પણ પોતાનાં અલગ મંતવ્યો રજૂ કરે છે.
આ તમામ વિચારધારાઓ વચ્ચે પોતાની નોખી કેડી કંડારતી વિચારધારા એટલે બાઉલ સંપ્રદાય, જે દેહરૂપી યંત્રની ક્ષણભંગુરતાને ભૂલી અંદર વસેલા ‘મનેર માનુષ’ અર્થાત્ આત્માને પારખવા તરફ અંગુલીનિર્દેશ કરે છે.
બંગાળની ભૂમિ પર પાંગરેલા આ સંપ્રદાયની વિચારધારા અને જીવનશૈલીથી આકર્ષાઈને શ્રી સતીશચંદ્ર વ્યાસે બંગાળની અનેક નદીઓના કિનારે આશ્રમ સ્થાપીને વસતા બાઉલોને રૂબરૂ મળી તેમની અંદર રહેલા પરમતત્ત્વને જાણવાની કોશિશ આદરી. જેની ફળશ્રુતિરૂપે જીવનનાં રહસ્યોને સરળ સહજ રીતે સમજાવતી ૭૩ બોધકથાઓ આ પુસ્તકમાં પ્રસ્તુત છે.
‘હું તને ક્યારેય પામીશ?’ આ સર્વસામાન્ય પ્રશ્નના ઉત્તરરૂપે પોતાની અનંત કથાઓ અને ગીતો દ્વારા જીવનના રહસ્યને સાનંદ ઉકેલવાનો પ્રયત્ન કરતા બાઉલ અનુયાયીઓ ત્યાગ, તપસ્યા, સંયમ, સમર્પણ, અભ્યાસ અને વૈરાગ્યની જીવંત મૂર્તિસમાન છે. સામાન્ય લાગતા આ વિચારોમાંથી જીવનનાં ગૂઢ રહસ્યોનો સરળ ઉકેલ વાચકને આ બાઉલ કથાઓમાંથી પ્રાપ્ત થાય છે.

 

Product Details

  • Pages:202 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All