Details

  1. home
  2. Products
  3. આસ્વાદન

આસ્વાદન

Aaswadan

By: Yogesh Joshi
₹225.00

કવિવર ઉમાશંકર જોશી એ નોંધ્યું છે કે ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’. આસ્વાદ થકી કૃતિ લોકહૃદય સુધી પહોંચે છે. આ વિધાન કવિ યોગેશ જોશીને આપણી ભાષાના ઉત્તમ કવિઓ અને કૃતિઓનો રસપાન કરાવતા લેખો લખવા પ્રેરે છે.
1980થી શરૂ થયેલ આ સફર એક પુસ્તક સ્વરૂપે રજૂ થાય છે. જેમાં સામેલ છે આદિકવિ નરસિંહ મહેતાથી લઈને મધ્યકાલીન યુગનાં કવિ નાન્હાલાલ તેમજ આધુનિક યુગના ઉદગાતા ઉમાશંકર જોશી, સુરેશ જોશી, રાજેન્દ્ર શાહનાં પ્રસિદ્ધ કાવ્યોનો આસ્વાદ.
રતિલાલ ‘અનિલ’ અને આદિલ મન્સૂરી જેવા ગઝલકારોની ગઝલોનો આસ્વાદ તેમજ પન્નાલાલ પટેલ, રા. વિ. પાઠક જેવા વાર્તાકારોની ચૂંટેલી વાર્તાઓનું રસપાન.‌ સાથે ‘મિર્ચ મસાલા’ અને ‘ધાડ’ જેવી આપણી ભાષાની અલાયદી વાર્તાઓ પર બનેલી ગુજરાતી ફિલ્મો વિશેના તુલનાત્મક અભ્યાસ સાથેના આસ્વાદ લેખો.
કાવ્ય, વાર્તા, નિબંધ, ગઝલ અને ફિલ્મ. આમ વિવિધ પ્રકારોને આવરી લેતા આ આસ્વાદ લેખોમાં દરેક કૃતિનું થયેલું ઊંડાણપૂર્વક આકલન વાચકને કૃતિની સુંદરતા અને મહાનતા વિશે અવગત કરાવી તેને વાચકનાં મનમાં સાદ્યંત જીવંત કરે છે.

Product Details

  • Pages:128 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All