Details

  1. home
  2. Products
  3. પરિશીલન

પરિશીલન

Parisheelan

By: Anila Dalal
₹250.00

સુજ્ઞશ્રી અનિલા દલાલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન, સંપાદન, સંશોધન વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. એ દરમિયાન તેમણે અનેક વિવેચનલેખો અને અભ્યાસલેખો આપ્યા છે. કવિતામાં તત્ત્વબોધની શરૂઆત કરનાર અગ્રણી કવિ જ્હૉન ડનથી લઈને કબીર, અખો અને રાજેન્દ્ર શાહ સુધીના કવિઓની વાત.
• પ્રશિષ્ટ કવિતા વિશેની સચોટ વિભાવના રજૂ કરતો લેખ. • અલંકારો, વ્યંગ અને શબ્દધ્વનિ વચ્ચે પાંગરેલ કાવ્યતત્ત્વ વિશે વાત કરતો લેખ. • વિવિધ ભાષાના પ્રસિદ્ધ સર્જકો દ્વારા રચાયેલી કૃતિઓના અભ્યાસલેખો, જેમ કે કવિ વૉલ્ટ વ્હિટમૅનના કાવ્ય ‘લીવ્સ ઑફ ગ્રાસ’નો કવિ રાજેન્દ્ર શાહ દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ. શરદબાબુની વાર્તાઓનું કથાવસ્તુ અને પાશ્ચદ્ભૂની વિસ્તૃત સમજૂતી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’ અને ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસલેખ. • અસમી સાહિત્યકાર વીરેન્દ્ર ભટ્ટાચાર્યની કૃતિ ‘ઈયારુ ઈંગમ’નો રસાસ્વાદ. તેમ જ ગુજરાતી ભાષાનાં પ્રથમ ગદ્ય લેખિકા ગણાતાં નંદકુવરબાના વિદેશપ્રવાસ પર આધારિત પુસ્તક ‘ગોમંડળ પરિક્રમ’ની સમીક્ષા. • કાવ્ય-સિદ્ધાંત અને કૃતિઓનાં વિવિધ સ્વરૂપો વિશેના અભ્યાસાત્મક લેખો ધરાવતું આ પુસ્તક સાહિત્યના અભ્યાસીઓ અને રસિકો માટે એક દીવાદાંડી સમાન સાબિત થશે.

 

Product Details

  • Pages:180 pages
  • Language:Gujarati
  • Format:Paperback