શ્રી મનના શ્લોક: એક ભીતર યાત્રા
Shri Mann na Shlok
રાષ્ટ્રગુરુ કહેવાયેલા સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાચે શ્લોક’ એટલે મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપિચ્છ. મનની ભીતર રહેલાં શક્ય તેટલાં તમામ દ્વાર પર ટકોરા મારવાનું કામ શ્રી સમર્થ કર્યું છે... અને મરાઠી પદ્યરચનાઓનો ગુજરાતીમાં સમશ્લોકી ભાવાનુવાદ કરવાનું ભગીરથ કાર્ય મકરંદ મુસળેએ કર્યું છે. એક દષ્ટાંત જુઓઃ ‘મના સજ્જનોનો સદા સંગ સારો, મના સદ્વિચારોથી કર્મો નિખારો.... મના વ્યર્થ ચર્ચાનો છોડો ધખારો, સુખી જે કરે એ જ સંધાન સાધો.’ કેટલી ધારદાર વાતો, પણ કેટલા સરળ શબ્દો. સહેજ પણ શબ્દાડંબર વગરના આ શ્લોકો એટલી હદે સ્વયંસ્પષ્ટ છે કે વિશેષ સમજૂતીની કશી જરૂર જ નથી.
'શ્રી મનના શ્લોકઃ' પુસ્તકમાં દરેક શ્લોકની સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ દરેક 'શ્રી મનના શ્લોકઃ'ના 205 શ્લોકનો એક જ ટ્રૅક સાંભળવા - સાંભળી કે વાંચી શકશો. પુસ્તકમાં દરેક શ્લોકની નીચે આપેલા QR Codeનો આ જ રીતે ઉપયોગ કરી જે તે શ્લોક પણ સાંભળી કે વાંચી શકશો. તમારી અંગત લાઇબ્રેરીમાં અનિવાર્યપણે રાખવું પડે તેવું અતિ સુંદર પુસ્તક.
Product Details
- Pages:132 pages
- Language:Gujarati
- Format:Paperback