માણસ તો યે મળવા જેવો...
Manas toy malva jevo...
₹150.00
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી. કદાચ એટલે જ તેમને ગઝલ પ્રત્યે વિશેષ લગાવ છે. ગઝલનું લાઘવ તેમને હંમેશાં આકર્ષે છે. એની ‘દાવા-દલીલ’ની અદા તેમના મનને મોહિત કરે છે. શેરને અંતે ઉદ્ભવતી ચમત્કૃતિ રોમાંચ જન્માવે છે. ગઝલનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા છે. એટલે કે પ્રત્યેક ગઝલ વિવિધ કવિતાઓનું એક કાવ્ય ગુચ્છ છે; એમ કહી શકાય.
Product Details
- Pages:96 pages
- Language:Gujarati
- Format:Paperback