આકાશવાણી સમાચાર આપે છે
Aakashvani Samachar aape chhe
સમાચારની દુનિયામાં કામ કરવા માગતા યુવાનો અને એ દુનિયાના તમામ પાસાં જોવા-સમજવા માગતા સામાન્ય જન માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડશે. આકાશવાણીમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સમાચારવાચક-સહ-ભાષાંતરકાર અને પાછળથી કોરસ્પોન્ડન્ટ તરીકેના જાત-અનુભવનો આમાં નીચોડ છે. આકાશવાણીનો સમાચાર પ્રભાગ, તેના વિવિધ વિભાગો અને સમાચાર એકઠા કરવાથી લઇ આમ જનતા સુધી તેના પ્રસારણના દરેક પાસાં લેખિકાએ આમાં ચર્ચ્યા છે. સમાચારનું આ માળખું પાયાનું માળખું છે અને કોઈ પણ અખબાર, ન્યૂઝ મેગેઝીન, સમાચાર એજન્સી કે પોર્ટલ માટે એ નજીવા ફેરફાર સાથે એક સમાન રહે છે. આમ સમાચાર જગતમાં સંપાદક, રિપોર્ટર, ન્યૂઝ એન્કર, ન્યૂઝ રીલ આસિસ્ટન્ટ, સમાચાર વાચક કે કોઈ પણ પદ પર કામ કરવા માગતા લોકો માટે આ ખૂબ મદદરૂપ પૂરવાર થશે. એમાં સમાચાર વાચનની કળા અને તેની ઝીણામાં ઝીણી વિગતો, નુસખા, ધ્યાનમાં રાખવાની બાબતો વિગતે જણાવવામાં આવી છે.
Product Details
- Pages:160 pages
- Language:Gujarati
- Format:Paperback