Details

  1. home
  2. Products
  3. પંચતત્ત્વ

પંચતત્ત્વ

Panchtattva

By: Kalpana Palkhiwala
₹350.00

શબ્દ. એ અવાજ કરતાં પણ વધારે મહત્ત્વનો છે. આદિમાનવે આડી-ઊભી-ત્રાંસી લીટીઓ અને ચિત્રો દોરી, એને ગતિમાન બનાવી ભાષાનો આરંભ કર્યો અને સદીઓ જતાં ભાષા વિકસી. આ ભાષાએ આપણને પ્રાથમિક શબ્દો આપ્યા. આમ છતાં અવાજ તો સંદેશ-વ્યવહાર માટે પ્રાથમિક લક્ષણ બની જળવાઈ રહ્યું. આ ભાષા શીખવા માટે પણ અવાજ નોંધપાત્ર રહ્યો, જેમ કે બાળક ભાષા સૌ પહેલાં સાંભળીને અને પછી લખીને શીખે છે. આ પંચતત્ત્વ આમ એકલ શબ્દોની વાત છે. શબ્દ એક, એના અર્થ અનેક. એક શબ્દ વિશાળ અભિવ્યક્તિ સાથે જોડાઈને, વાક્ય બનીને વિસ્તરે છે, વાતચીત કે પ્રવચનનો ભાગ બને છે. આમ એક નાનકડો શબ્દ અપારદર્શક, અસ્પષ્ટ, પૂર્વધારણાઓ સમેત વિશાળ સમજ આપે છે. વાચક એ શબ્દના સીમિત અર્થમાં બંધાઈ ના જાય, એ માટે મનમાં એને મથવો જરૂરી છે, ફરી ફરીને સાંભળવો જરૂરી છે અને એ મંથન સાથે શબ્દના નવા અર્થ સ્ફૂરશે અને નવી ક્ષિતિજો આંબી જવાશે. શબ્દની વ્યાખ્યા થશે, પણ એના અર્થ અમર્યાદિત છે. બધા અર્થ રસ પડે તેવા ના પણ હોય, વાચકની ધારણા કરતાં ભિન્ન હોય, છતાં એના અસ્તિત્વની હકીકત સ્વીકારવી જ રહી, કારણ વાક્યરચનામાં જોડાતાં એ શબ્દ વાચકને વ્યાવહારિકતા ભણી લઇ જશે. આ શબ્દમાં અહી સ્વર અને લહેજો ભળ્યા છે, જે વાચકના અનુમાનને કદાચ અનુમોદન આપશે. આમ છતાં, એના અર્થમાં ઉમેરણ અને અનુમિતિની સંપૂર્ણ છૂટ છે.

Product Details

  • Pages:248 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All