બ્લ્યૂબુક પરિવાર પુરુષની દ્રષ્ટિએ
Blue Book Parivar Purushni Drashtie
પોતાના પરિવાર, માતા-પિતા, સંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે કે, પુરુષ આસાનીથી રડતો નથી, પોતાની સમસ્યા કોઈ સાથે ડિસ્કસ કરવામાં કે પારિવારિક પ્રશ્નોની ફરિયાદ કરવામાં એને ‘મર્દાનગી’ નડે છે! છ દિવસ ટિફિનમાંથી જમતો પુરુષ કદી ફરિયાદ નથી કરતો, કારણ કે એ એના પરિવારને ગરમ અને સારું ભોજન મળે એ માટે મહેનત કરે છે. પોતાને માટે છેલ્લે ખરીદી કરતો, પત્ની અને સંતાનોનો વિચાર સૌથી પહેલાં કરતો, માતા-પિતા માટે ઘસાઈ છૂટતો અને તેમ છતાં ‘તમને તો કંઈ પડી જ નથી’ સાંભળતો પુરુષ પોતાના પરિવારનો સૌથી મહત્વનો હિસ્સો છે તેમ છતાં એ ભાગ્યે જ અભિપ્રાય આપે છે! સ્ત્રીને સમાનતા-ઈક્વાલિટી, કે સ્ત્રી હોવાનું ગૌરવ આપવા માગતા હોઈએ તો એને ‘પુરુષ વિરોધી’ બનાવવાને બદલે પુરુષની સહકર્મચારી, જીવનસંગિની, સાથી કે મિત્ર બનાવવાનો પ્રયાસ આજના સમાજને એક સ્વસ્થ અને સમજદાર પરિવાર આપી શકશે.
Product Details
- Pages:202 pages
- Language:Gujarati
- Format:Paperback