Details

  1. home
  2. Products
  3. સફેદ કાગડો

સફેદ કાગડો

Safed Kagado

By: Mayur Khavdu
₹200.00

લેખક મયૂર ખાવડુ સામા પૂરે તરવાની હિંમત કરી રચે છે નવાનક્કોર ૧૭ હાસ્ય નિબંધો, જેનું શીર્ષક ‘સફેદ કાગડો’ જ હાસ્યમિશ્રિત જિજ્ઞાસા પેદા કરે છે. જાતઅનુભવના અંતે સાંપડેલી નિષ્ફળતાને કેન્દ્રમાં રાખી લખાયેલા આ નિબંધોમાં સામાન્ય પ્રસંગો અને ઘટનાઓમાંથી હાસ્ય નીપજતું જણાય છે.
પોતાના ફ્લૅટની લિફ્ટ ખોટવાઈ પડતાં લેખકને નાછૂટકે પગથિયાં ઊતરવાં પડે છે અને ટેવના અભાવે ગબડી પડતાં પહોંચે છે હૉસ્પિટલ, પરંતુ હૉસ્પિટલ તો નીકળે છે પાગલખાનું.
એક ઉત્તમ વાર્તાકાર બનવાનું સપનું સેવી રહેલા લેખક પહોંચી જાય છે આભાસી દ્યોતક ટાપુ ઉપર, જ્યાં તેમને મળે છે છરી, ચપ્પા અને હથિયારધારી વાર્તાકારો, જે એકબીજાને વાર્તા સંભળાવવા ખૂંખાર બન્યા છે.
રવિવારની એક સવારે લેખકના માથે આવી પડે છે ઘરકામ કરવાની જવાબદારી, ત્યારે અનુભવના અભાવે સર્જાય છે ભૂલોની શૃંખલા અને રજા બની જાય છે સજા.
તો ક્યારેક રસ્તો ઓળંગવાથી ડરતા લેખક કરી બેસે છે એક યુવા છોકરી સાથે અકસ્માત અને ટોળું જમા થતાં સર્જાય છે હાસ્યસભર કિસ્સો.
આ નિબંધોમાં ક્યાંક વ્યંગ છે તો ક્યાંક વિકટ પરિસ્થિતિમાંથી બચવાનો નિષ્ફળ પ્રયાસ... ક્યાંક ઉપહાસ છે તો ક્યાંક અખતરામાંથી પેદા થયેલા ખતરા... દરેક ઘટના અને પ્રસંગમાંથી નીપજતું નિર્દોષ હાસ્ય વાચકના મુખ પર સ્મિત પ્રગટાવી જાય છે. લેખક મયૂર ખાવડુ સામા પૂરે તરવાની હિંમત કરી રચે છે નવાનક્કોર ૧૭ હાસ્ય નિબંધો, જેનું શીર્ષક ‘સફેદ કાગડો’ જ હાસ્યમિશ્રિત જિજ્ઞાસા પેદા કરે છે. જાતઅનુભવના અંતે સાંપડેલી નિષ્ફળતાને કેન્દ્રમાં રાખી લખાયેલા આ નિબંધોમાં સામાન્ય પ્રસંગો અને ઘટનાઓમાંથી હાસ્ય નીપજતું જણાય છે.
પોતાના ફ્લૅટની લિફ્ટ ખોટવાઈ પડતાં લેખકને નાછૂટકે પગથિયાં ઊતરવાં પડે છે અને ટેવના અભાવે ગબડી પડતાં પહોંચે છે હૉસ્પિટલ, પરંતુ હૉસ્પિટલ તો નીકળે છે પાગલખાનું.
એક ઉત્તમ વાર્તાકાર બનવાનું સપનું સેવી રહેલા લેખક પહોંચી જાય છે આભાસી દ્યોતક ટાપુ ઉપર, જ્યાં તેમને મળે છે છરી, ચપ્પા અને હથિયારધારી વાર્તાકારો, જે એકબીજાને વાર્તા સંભળાવવા ખૂંખાર બન્યા છે.
રવિવારની એક સવારે લેખકના માથે આવી પડે છે ઘરકામ કરવાની જવાબદારી, ત્યારે અનુભવના અભાવે સર્જાય છે ભૂલોની શૃંખલા અને રજા બની જાય છે સજા.
તો ક્યારેક રસ્તો ઓળંગવાથી ડરતા લેખક કરી બેસે છે એક યુવા છોકરી સાથે અકસ્માત અને ટોળું જમા થતાં સર્જાય છે હાસ્યસભર કિસ્સો.
આ નિબંધોમાં ક્યાંક વ્યંગ છે તો ક્યાંક વિકટ પરિસ્થિતિમાંથી બચવાનો નિષ્ફળ પ્રયાસ... ક્યાંક ઉપહાસ છે તો ક્યાંક અખતરામાંથી પેદા થયેલા ખતરા... દરેક ઘટના અને પ્રસંગમાંથી નીપજતું નિર્દોષ હાસ્ય વાચકના મુખ પર સ્મિત પ્રગટાવી જાય છે. 

Product Details

  • Pages:124 pages
  • Language:Gujarati
  • Format:Paperback