ગૌરાંગ દિવેટિઆ
સંગ્રહમાં સામેલ ગીતો અને ગઝલો મહદ્ અંશે વિચારપ્રધાન ન હોવા છતાં ઊર્મિપ્રધાન હોઈ વાચકની આસપાસ એક અનોખું ભાવવિશ્વ ખડું કરે છે. મોઘમ સંવાદ, ઊર્મિસભર અભિવ્યક્તિ અને ગેયતા સાથે રચાયેલાં આ કાવ્યો વાચકોને શુદ્ધ કાવ્યોનો આનંદ પીરસી રસતરબોળ કરે છે.
₹225.00
ગેબી લુવારવી
લાંબી-ટૂંકી બહેરોનું સુંદર પ્રયોજન, છંદોનો પ્રવાહી ઉપયોગ અને સાવ સાદી બાનીમાં શેરિયત રજૂ કરતી ગઝલોથી સભર આ સંગ્રહ ગુજરાતી ગઝલનો નવો અને આશાસ્પદ અવાજ બની પડઘાશે.
₹200.00
ચિંતન પરીખ
ગઝલ અને સંગીતમાં ઊંડો રસ ધરાવતા ચિંતનભાઈ ગઝલના છંદશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર તરફ ખેંચાય છે અને શનિસભામાં સતત હાજરીથી ગઝલ પ્રત્યેની તેમની શ્રદ્ધા વધતાં તેમનામાં એક ગઝલકારનો જન્મ થાય છે જે ભાવકોને ગઝલના શુદ્ધ અને વિચારપ્રધાન ભાવવિશ્વમાં લઈ જશે.
₹275.00
મૌલિન શાહ (ડૉ.)
અવિરત ચાલતી જતી જીવનની સફરમાં માણસ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતો હોય છે, પરંતુ એમાંથી મહત્ત્વની વ્યક્તિઓ યાદીમાં સૌથી ઉપર હોય છે. આવા જ નિકટના સંબંધો પ્રત્યે ઉદ્ભવતા ભાવો અને લાગણીઓને વાચા આપતો કાવ્યસંગ્રહ ‘હું તારો ખાસ છું’.
અગન રાજ્યગુરુ
તૂટી પડું છું રોજ ને રોજે ચણાઉં છું. તો પણ મજાની વાત કે જીવતો જણાઉં છું. પ્રેમ, પીડા, શ્રદ્ધા, માનવીય સંબંધો, બદલાતી દુનિયા અને જિંદગીની વાસ્તવિકતાને બયાન કરતી ગઝલો ભાવકને નવા ભાવવિશ્વમાં લઈ જશે.
₹175.00
ભાર્ગવી પંડયા
બોલચાલની ભાષામાં વપરાતા રદીફ અને એકંદરે ચુસ્ત કાફિયા સાથે રચાયેલી આ ગઝલોમાં ઓછા ખેડાયેલા છંદોનો સુંદર ઉપયોગ જોવા મળે છે, જે ગઝલોને અનોખો લય અને નાદ બક્ષે છે. સરળ-સહજ બાનીમાં ગઝલતત્ત્વ જન્માવતી આ ગઝલો આજના ગઝલકથનમાં આગવો પડઘો પાડે છે.
રીના પરીખ
પ્રેમ, વિરહ, ખુમારી, ખાલીપો, દર્દ જેવાં સંવેદનો ગઝલના શ્વાસ છે. રીનાબહેનની ગઝલોમાં આ તમામ સંવેદનો અલગ રીતે ખીલી ઊઠ્યાં છે. કોઈ વ્યક્તિ સાથે એકથી વધુ વખત થતા મિલનમાં કવયિત્રીને કોઈ વિશેષ સંબંધની શક્યતાનો અણસાર આવે છે.
રાકેશ હાંસલિયા
સરળ-સહજ બાની અને સીધી અભિવ્યક્તિ એ સાંપ્રત ગઝલનો પ્રવાહ છે. એમાં રાકેશભાઈ પોતાનો આગવો સૂર લઈને આવે છે. મિત્રતા પર અઢળક શેર લખાયા છે. રાકેશભાઈ મોકળા મનવાળા સાથે મિત્રતા કરવાનું કહે છે. જિંદગીનો સાચો આનંદ બાળસહજ નિખાલસતામાંથી મળતો હોય છે.
₹250.00
જિતેન્દ્ર પ્રજાપતિ
કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જિતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે.આ વાત તેમના આ ચોથા ગઝલસંગ્રહમાં વર્તાય છે.જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતાં જતાં માનવમૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જિતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્ત્વ બનાવ્યું છે.
યુસુફ બુકવાલા
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક ગઝલકારો સિતારાની જેમ ચમકી રહ્યા છે, પરંતુ કેટલાક ગઝલકારોનું અનોખું પ્રદાન હોવા છતાં તેઓ અલ્પ-પ્રસિદ્ધ રહ્યા છે. આવું જ એક નામ એટલે જનાબ યુસુફ બુકવાલા.
₹150.00
વિનોદ ઓઝા
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. ગીત, ગઝલ અને અછાંદસ એમ ત્રણેય સ્વરૂપોમાં કાવ્યલેખન કરનાર આ કવિને જે સવિશેષ ફાવ્યું તે ગઝલનું સ્વરૂપ.
ભાવેશ ભટ્ટ
પરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી બહાર નીકળી હંમેશાં નોખા તર્ક અને દલીલો સાથે ગઝલ કહેતા ભાવેશ ભટ્ટ આ નવા સંગ્રહમાં પોતાનો મિજાજ જાળવી રાખે છે. દુનિયામાં ટકી રહેવા પળેપળ હોશિયાર અને સતર્ક બનતા જતા માણસો વચ્ચે કવિ ઈશ્વર પાસે નોખા જ વ્યક્તિત્વની માગ કરે છે.
કેટલાક તફાવતોને બાદ કરતાં આમ જોવા જઈએ તો ગઝલ અને દુહામાં ઘણું સામ્ય જોવા મળે છે. જેમ ગઝલમાં બે પંક્તિમાં ચોટદાર અભિવ્યક્તિ દ્વારા વાત કહી શકાય તેમ દુહામાં પણ બે પંક્તિમાં અસરકારક વાત કહી શકાય છે.
હેમંત ધોરડા
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ અરબી-ફારસી કાવ્યપ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે.
₹450.00
અર્પણ ક્રિસ્ટી
બ્લૅક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી નથી શકતો. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે.
ભાવિન ગોપાણી
છેલ્લા એક દશકમાં પોતાના આગવા મિજાજ અને અનોખી બાની સાથે મુશાયરાઓ ગજવનાર કવિ ભાવિન ગોપાણીએ ગઝલરસિકો સાથે સર્જકોને પણ આકર્ષ્યા છે. પરંપરાથી અલગ વિષયો પર ગઝલ કહેનાર ભાવિનભાઈની શાયરીમાં વિષયવૈવિધ્ય સાથે તાજપ જોવા મળે છે.
શબનમ ખોજા
શબનમ ખોજા કહે છે કે તેની સાત પેઢીમાં પણ કોઈનો કવિતા સાથે નાતો નથી. એ ગર્વથી તેમાં ઉમેરે છે : `Yes, I am the chosen one!' કવિતા પોતે પોતાના સર્જકને પસંદ કરે ત્યારે તે સર્જનમાં અભિનિવેશ નહીં પણ આભિજાત્ય હોય છે.
ગૌરાંગ ઠાકર
મુશાયરા હોય કે સામયિકો, આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે. આધુનિક ગઝલ સર્જનમાં પોતીકી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલસંગ્રહમાં પણ જોવા મળે છે.
વિકી ત્રિવેદી
વિકી ત્રિવેદીનો આ નવો ગઝલસંગ્રહ છંદ, રદીફ અને કાફિયાના પ્રયોગોને લઈને અનોખો છે. એક શેરમાં દિગ્ગજ ક્રિકેટરોની લાક્ષણિકતાઓને ઉપયોગમાં લઈ ઈશ્વરને ફરિયાદ કરતાં કહે છે: મને ઈશ્વર સચિન જેવો બનાવીને જ રહેવાનો, એ મારી સામે દુઃખના બૉલ અખ્તર જેમ ફેંકે છે.
કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે.
રઇશ મનિઆર
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા કવિ રઈશ મનીઆરની કલમકલાથી નીપજેલી આ ગઝલો આપણા સહુ કોઈની જીવનસફર દરમ્યાન ભાથું બની રહે છે.
હર્ષવી પટેલ
ગઝલ લખનાર કવયિત્રીઓની યાદી બનાવીએ તો ખૂબ જ ઓછા નામ સામે આવે છે. એમાનો એક આગવો અવાજ - હર્ષવી પટેલ. તેમની ગઝલની કલમમાંથી મૌલિકતાની સાથે ખુમારીની સ્યાહી છલકાતી જણાય છે. આ વાતનો પુરાવો તેમનાં અનેક શેરોમાંથી મળે છે.
પરષોત્તમ રાઠોડ
વિશ્વભરમાં પ્રચલિત અને અનોખા અંદાજે બયાનવાળા ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ચોટદાર અભિવ્યક્તિ, નોખી છટા,અનોખી વિચારગૂંથણી અને તર્કબદ્ધ કાવ્યાત્મકતા માટે ગઝલની દુનિયામાં અનન્ય સ્થાન પામનાર શાયર અસદ ઉલ્લાખાન બેગ ‘ગાલિબ’ના તખલ્લુસથી મશહૂર છે.
₹500.00
અશ્વિન જાદવ
અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતાં ગઝલસંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. સૌંદર્ય પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી અવાજ પ્રસ્થાપિત કરે છે.
ધ્વનિલ પારેખ
ગુજરાતી કવિતાના આકાશમાં ચોતરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્યસંગ્રહ ‘પારદર્શક’.
શૌનક જોશી
વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો.
વિનોદ માણેક
પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’.
₹210.00
મહેન્દ્ર જોશી
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’.ક્ષણોની ખીંટીઓ ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગુજરાતી ગઝલની ક્ષિતિજો વિસ્તારીને જેમણે ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે અને ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે.
₹2,475.00
હાર્દિક વ્યાસ
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે.
નીતિન વડગામા
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં છે.
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા.એની કથાનો સાર છે વ્યથા.વિકીનું મૂળ નામ વિનોદ છે.આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા વધારે રાખી હશે.એની ગઝલોમાં વ્યથાની મજા અને મજાની વ્યથા છે એ વાત અગાઉ પણ નોંધેલી. કવિ પોતે આમ કબૂલાત કરે છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે.
₹325.00
આ એકવીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં અગાઉ કરતા સંખ્યાધિક અને નરવા કવિઓના અવાજ સંભળાય છે. એ બધામાં નોંધ લઈ શકાય એવા કવિ એટલે શ્રી અગન રાજ્યગુરુ. એમનાં વિશે કશું પણ કહેવું એનાં કરતા એમની ગઝલોને જ બોલવા દઈએ.
સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ રીતે અભિવ્યક્ત કરતા ગઝલકાર ભાવેશ ભટ્ટ પોતાના તરોતાજા ગઝલસંગ્રહ ‘જતનથી તૂટીએ’ દ્વારા આપણને લઈ જાય છે એક નવા ભાવવિશ્વમાં.
ભરત વિંઝુડા
કોઈ પણ ઘટના અચાનક બની રહી હોય ત્યારે કેમેરો લઈને તેનો વિડીયો શુટીંગ કરવા માંડીએ તો તે દસ્તાવેજી ફિલ્મ થઈ ગણાય. કોઈ કલાકૃતિમાં એનો સમાવેશ થાય નહીં. ઉપરાંત દરેક વ્યક્તિનો એક સમય ચાલતો હોય છે.
હેમંત પૂણેકર
આજકાલ ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે. એકંદરે છંદોબદ્ધ રચના લખનારાઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ‘કાગળની નાવ’ લઈને ગઝલની વૈતરણી પાર કરવા નીકળેલા કવિ ચોક્કસ ગઝલને ભાળી ગયા છે.
નાઝિર દેખૈયા
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે.
₹575.00
કૃષ્ણપ્રેમના અનાયાસે સ્ફુરેલી આ ચોર્યાસી રચનાઓ એક અનેરા ભાવવિશ્વમાં ડુબાડીને જાણે રાધા, મીરા, યમુના, વ્રજ, મેવાડ અને સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ શ્રીનાથજીની સમીપે લઈ જતાં હોય એવી અનુભૂતિનો આનંદ મને સાંપડ્યો છે, એ આનંદ તમારા હૃદયને ભીંજવશે.
મકરંદ મૂસળે
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી.
ખલિલ ધનતેજવી
ખલીલભાઈને આ બધી જ ગઝલ મૌખિક છે. તેમણે ક્યારેય પોતાની ગઝલો કાગળ પર નથી લખી. સંગ્રહ પ્રગટ કરતી વખતે યાદ કરી કરીને લખાવી છે. પરંપરિત ગઝલોના સુવર્ણયુગ સમયે લખાયેલી આ ગઝલોમાં ખલીલ ધનતેજવીનો પોતીકો મિજાજ પ્રગટ્યો છે.
₹1,000.00
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો: જે તને ચુંબન કરી ચાખી જશે,એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી.કવિનો એક શેર માણો: જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે! ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે,સાદગી સાથેનું ઊંડાણ છે.
સર્જનાત્મક કૃતિ એક મુક્ત એન્ટિટી છે. એને એક કરતાં વધારે રીતે માણી શકાય, એક કરતાં વધારે સ્તરથી નીરખી શકાય. ભાવક બદલાય એમ કૃતિનું અર્થઘટન પણ બદલાય, પણ સર્જક ખુદ જ્યારે પોતાની કૃતિનો રસાસ્વાદ કરાવે તો? તો ભાવકને વિશિષ્ટ અનુભૂતિ થયા વગર ન રહે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન છે, ‘આસ્વાદ સાથે’. વાસ્તવમાં આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ એ જ છે.અહીં કવિએ મુખ્યત્ત્વે પોતાની માતા વિશે લખેલાં કાવ્યો સંગ્રહાયાં છે એમના પિતા વિશેની થોડીક રચનાઓ પણ છે.
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. આ શેર જુઓઃ ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે.કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને.હશે અંધારું ત્યાં લગ આ મારો દીવો રહેશે!