સંસ્પર્શ અને વિમર્શ
Sansparsh ane Vimarsh
લેખકમાત્ર, એ સર્જક હોય કે વિવેચક, પોતાની કૃતિ માટે તરત પ્રતિભાવ ઇચ્છે છે. એ પ્રતિભાવ નર્યો ઉદ્દગાર હોય તો એનું આયુષ્ય ઝાકળના ચળકતા બિંદુ જેટલું હોય; પરંતુ એ પ્રતિભાવ સુચિંતિત હોય, એમાંનાં પ્રશંસા અને ટીકા વિધાયક હોય ને તાર્કિક પ્રતીતિ જન્માવનારાં હોય તો કૃતિના લેખક માટે ને વાચકો માટે એ સાર્થક બને. એથી જ સમકાલીન સાહિત્યની સમીક્ષા વિવેચનની પહેલી મહત્ત્વની પ્રવૃત્તિ ગણાય છે.
વળી સમીક્ષા-અવલોકન એટલે નર્યો સપાટી પર ફેલાતો કૃતિપરિચય નહીં, પણ એ કૃતિના અંતરંગને પ્રગટ કરી શકતી, કૃતિનો સઘન સંસ્પર્શ સંપડાવતી ઓળખ એમાં ઊપસવી જોઈએ.
આ પુસ્તકના પહેલા વિભાગમાં આવી, ‘સંસ્પર્શ' આપતી સમીક્ષાઓ છે અને બીજા વિભાગમાં, ‘વિમર્શ' નામે, સાહિત્યપરંપરાને કેન્દ્રમાં રાખતા મારા દીર્ઘ લેખો છે. છેલ્લો વક્તવ્યલેખ ‘પરસેવા પર પવનની લ્હેરખી' મારા વિવેચન- લેખનને ઘાટ આપનારાં પરિબળોની કેફ્યિત છે.
Product Details
- Pages:202 pages
- Language:Gujarati
- Format:Paperback