Details

  1. home
  2. Products
  3. સઈ દસ્તક પોતે

સઈ દસ્તક પોતે

Sai Dastak Pote

By: Manohar Trivedi
₹200.00

મારાં સર્જનની જે ઓળખ ઊભી થઈ છે તે અનુઆધુ  નિકતાના ગાળામાં. લખવાનું, સામયિકોમાં મુદ્રિત થવાનું તો છેક મારી ચૌદ-સોળની વયે આરંભાયું. તે સમયે સાહિત્યનાં વિવિધ પાસાંઓની પરખ ન હોય તે સ્વાભાવિક છે. જેમ જેમ પુસ્તકો, જુદા જુદા ગદ્ય-પદ્ય પ્રકારોના સંપર્કમાં આવ્યો, સંસ્પર્શ પમાયો તેમ તેમ મને લાગ્યું કે કાળદૃષ્ટિએ પ્રાચીન-અર્વાચીન, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધીયુગ, આધુનિક કે અનુઆધુનિક (અને હવે કોઈ પણ નવ્ય યુગનું નામ અપાય) તે આમ તો સમજને રેખાંકિત કરવા પૂરતા હોવાના. મૂળ નિસબત તો સર્જન અને સર્જનપ્રતિભા સાથે હોવાની. કલામાત્રનો ઉદ્દેશ મનુષ્યને પોતાના મનુષ્યત્વની મુખોમુખ કરાવવાનો હોવાનો. આધુનિકતાના ધૂંઆધાર પ્રવાહમાં ખેંચાયા-તણાયા વગર મારી જેવા અનેક લખનારાએ પોતપોતાની રીતે, એના આછરેલા વીરડામાંથી નિર્મળ જળથી પોતાની તરસ છીપાવવા પ્રયાસ કરેલો, અર્થાત્ લેખનની સ્થૂળતામાંથી સૂક્ષ્મ સંવેદનો અવતરિત કરવાની શીખ એમાંથી લીધેલી. એટલું સ્મરણમાં હતું કે વૃક્ષ આકાશગામી ભલે થાય, પૃથ્વીને વળગેલાં એનાં મૂળની ઉપેક્ષા કરવી એને ન પાલવે. વૃક્ષને એ સમજ છે એમ કિશોરવયથી મારામાં આ સમજ દૃઢ થતી ગયેલી.

Product Details

  • Pages:120 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All