About The Author
જીવરામ જોષીની બાળવાર્તાઓ દાયકાઓથી લોકપ્રિય છે. બાળસાહિત્યના વિપુલ...More
માનસેન પરાક્રમી
Mansen Parakrami
તરવરાટભર્યો એક તરુણ - માનસેન!
મનમાં કૌતુક અને હૈયે હામ ભરી ખેડે છે દરિયાની સફર. ક્યારેક ઊછળતાં મોજાં વચ્ચેથી કદાવર વહેલને બાંધી કિનારે લઈ જાય છે, તો કદી અજગરના જીવલેણ ભરડામાંથી વાઘને બચાવે છે. કોઈ વેળા ઘોર જંગલમાં નરભક્ષી વનમાનવનો સામનો કરે છે, તો વળી ઊડતા શિકારી ગરુડોથી લોકોનું રક્ષણ કરે છે. કાવતરાબાજ શેઠિયા સામે ચતુરાઈનું પ્રદર્શન કરે છે અને ચોરડાકુઓના બળ સામે કળથી કામ લે છે. શૌર્ય અને સાહસથી ભરપૂર આવી જ રોમાંચક કિશોર-કથાઓનો સંગ્રહ એટલે બાળમાનસ પર છવાઈ જનાર આપણી ભાષાના લેખક જીવરામ જોષી સર્જિત એક પરાક્રમી પાત્ર – માનસેન!
માનસેનનાં પરાક્રમીના આ પુસ્તકમાં (1) આખરી દાવ, (2) ફિરંગી રાક્ષસ, (3) ભેદી ભોંયરું?, (4) માનસેન ગુમ અને (5) કાળાં ભૂત એમ પાંચ સાહસ, જોમ અને પ્રંચડતાવાળી વાર્તાઓ સમાવી છે.
Product Details
- Pages:224 pages
- Language:Gujarati
- Format:Paperback