Details

  1. home
  2. Products
  3. ટૂંકી વાર્તાઓ

About The Author

Dhiruben Patel

Women writers have played a crucial role in making Gujarati Novel modern in a real sense. Gujarati Literature has given very few outstanding women novelists through its time, and one of such prolific writer is...More

ટૂંકી વાર્તાઓ

Tunki Vartao

By: Dhiruben Patel
₹275.00

ધીરુબહેન પટેલના ગદ્યનો નિખાર માણવો હોય તો આ પુસ્તકમાં સંગ્રહાયેલી એમની 36 નવલિકાઓમાંથી પસાર થવું પડે. ‘વિનીનું ઘર’ એક સ્ત્રીની વાત છે, જે સમાજની દૃષ્ટિએ સંભવતઃ ચારિત્ર્યહીન છે, પણ જે વાસ્તવમાં પુરુષને શાતા આપનારી, ડગલે ને પગલે ન્યાયાધીશ બનીને ચુકાદો ન તોળતી હૂંફાળી મિત્ર હોઈ શકે છે. ‘જિદ્દી છોકરો’માં આદર્શવાદી વકીલની કહાણી છે, જેના માટે માંહ્યલાનો અવાજ પરિવાર અને પ્રેમિકા કરતાં પણ વધારે મૂલ્યવાન છે.

એક તરફ જીવતરનાં મૂળિયાં છેદાઈ જવાથી વેદના અનુભવતી આધુનિકા છે (‘છાપરાવાળું ઘર’) તો બીજી બાજુ, સાવ નાની અમથી ગેરસમજને કારણે ઘૂંધવાઈ જતી નવોઢાની ગમ્મત છે (‘શયનખંડની સાંજ’). આ સાદી સરળ વાર્તાઓનું વિષયવૈવિધ્ય તરત ધ્યાન ખેંચે છે. લાઘવ ધીરુબહેન પટેલની ટૂંકી વાર્તાઓનો આકર્ષક ગુણ છે. એમને પ્રયોગખોરીમાં રસ નથી. એમને કેવળ વાર્તા કહેવી છે.

વાચનનો આહ્લાદ પેદા કરતો સરસ મજાનો વાર્તાસંગ્રહ.

Product Details

  • Pages:168 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All