About The Author
જીવરામ જોષીની બાળવાર્તાઓ દાયકાઓથી લોકપ્રિય છે. બાળસાહિત્યના વિપુલ...More
છકોમકો ચતુરપુરુષ બન્યા
Chhako Mako Chaturpurush Banya
જીવરામ જોષી (૧૯૦૫-૨૦૦૪)નાં અત્યંત રમૂજી પાત્રો એટલે છકો-મકો. આ છકો-મકો વરસોથી “છકાને માથે ચોટી, મકાને માથે મૂંડો” એવા જોડકણાથી બાળકોમાં પ્રિય છે. છકો છે ઊંચા ઊંચા વાંસ જેવો પાતળો-પાતળો અને મકો છે જાડોપાડો, ગોળમટોળ કોઠી જેવો. બંને ભાઈઓ અભણ છે, સાથે મૂર્ખ પણ છે; છતાં દૈવયોગે ચોટીચતુર અને મૂંડાચતુર તરીકે રાજ્યસભામાં ઊંચાં આસન મેળવે છે. તેઓ નવાં નવાં કપડાં પહેરે છે, મીઠાં ભોજન જમે છે, હિંડોળા ખાટે ઝૂલે છે અને મોજ કરે છે. ઉપાધિ આવે ત્યારે ઉકેલ ન મળે એટલે ભાગી જવાનો પેંતરો રચે છે અને બોલે છે - “રાત આપણા બાપની”. આવા અનોખા હાસ્ય-ભરપૂર મૂર્ખ છકો-મકો ચતુરપુરુષ કઈ રીતે બન્યા અને કેવાં કેવાં બુદ્ધિનાં કારનામાં કર્યાં તેની અમરકથા ખૂબ લોકપ્રિય છે. જીવરામ જોશીએ મિયાં ફુસકી, છેલછબો, અડુકિયો-દડુકિયો, રંગલો, ગપ્પીદાસ જેવાં બીજાં પણ અમર કાલ્પનિક પાત્રોનું સર્જન કર્યું છે.
Product Details
- Pages:80 pages
- Language:Gujarati
- Format:Paperback