Details

  1. home
  2. Products
  3. આ તો જોવા જેવી થઈ

આ તો જોવા જેવી થઈ

Aa To Jova Jevi Thaee

By: Manohar Trivedi
₹125.00

શ્રી મનોહર ત્રિવેદીને વ્યક્તિ તરીકે હું આદરપાત્ર ગણું, પણ કવિ તરીકે તો પ્રિય જ કહું. એમનાં કાવ્યોમાં આવતી તળની મહેક મને આજેય લોભાવે, પણ આજે મારે એમના એક જુદા વ્યક્તિત્વની વાત કહેવી છે. કવિ તરીકે તો તેઓ સફળ જ રહ્યા છે, પરંતુ બાળકાવ્યોના સર્જક તરીકે એ સકલ બની શક્યા છે. ન માત્ર પુખ્ત, ન શિષ્ટ કવિતા જ, શૈશવ અને કૈશોર્યની કવિતાઓમાં પણ એમની કલમ પૂરી સભાનતાથી ને સાવચેતીપૂર્વક ચાલી છે, એનો આનંદ છે.
નર્મદે નિબંધ વિશે કહ્યું હતું એ બાળકાવ્ય વિશે હું પણ કહુંઃ બાલગીત / કાવ્ય લખવાં એ જેવીતેવી વાત નથી! અઘરું કામ છે એ; જેમાં સર્જકે પુખ્ત બન્યા પછી બાળક બનવું પડે છે. બાળકના મનોભાવોને આત્મસાત્ કર્યા પછી બાળસહજભાવે એની સમજની ને ક્ષેત્રની ભાષાને નાજુકતાથી સ્પર્શી, નિરુપી લયાત્મક રીતે ગીતમાં ઢાળી શકે તે જ બાળકાવ્યો લખી શકે! બાળકાવ્યો માટે જરૂરી છે સહજ લય, પ્રાસાદિક શૈલી, શબ્દોની રવાનુકારિતા અને અજાયબીભર્યું અચરજ! - આ બધું મનોહરભાઈનાં બાલગીતોમાં મને અનુભવાયું છે.
– ગુણવંત વ્યાસ

Product Details

  • Pages:56 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All