Details

  1. home
  2. Products
  3. સ્પષ્ટ વિચારવાની કળા

સ્પષ્ટ વિચારવાની કળા

Spasht Vicharvani Kala

By: Mahesh R. Manjawala
₹475.00

તમે ક્યારેય એવી વસ્તુ કે બાબતમાં સારા એવાં સમયનું રોકાણ કર્યું છે, જેમાં પાછું વળીને જોતાં બહુ જ વ્યર્થમાં ગયું એવું અનુભવાય છે?
કોઈ ઓક્શનમાં વધારે પડતો ભાવ ભરી દીધો છે?
જે કામ કરવામાં તમારી ભલાઈ નથી તેની જાણ હોવા છતાં તે ચાલુ જ રાખ્યું છે?
સ્ટોક માર્કેટમાં શેર ઘણાં વહેલાં કે ઘણાં મોડાં વેચ્યાં છે?
સફળતાનો જશ ઝડપીને લ્હાવો લીધો છે પણ નિષ્ફળતા માટે બાહ્ય સંજોગોને કોસીને કારણભૂત ગણાવ્યા છે?
આ થોડાં ઉદાહરણો છે આપણાં મનમાં રહેલાં જ્ઞાનાત્મક પૂર્વગ્રહનાં,જે આપણાં રોજેરોજનાં જીવનમાં વિચાર કરતી વખતે ભૂલો કરાવે છે. પણ, તેમને જાણી લઈ, બરાબર રીતે શોધી કાઢી તેમનાથી દૂર રહી વિવિધ પર્યાયોમાંથી સર્વશ્રેષ્ઠ નિવડી શકીએ છીએ. વૈયક્તિક રીતે પડકારતા પ્રશ્ન હોય કે બિઝનેસનાં નેગોસિયેશન્સ, નાણા બચાવવાનો ઉદ્દેશ હોય કે નાણા કમાવા હોય, જીવનમાં કઇંક કરી બતાવવું હોય કે પછી કશાંકથી કાયમ માટે દુર રહેવું હોય – વિચાર કરવામાં થતી ભૂલોને દૂર રાખીને તમને જરૂરી અને જોઈતો પર્યાય તમે પોતે જ નિવડીને ખાતરીપૂર્વક પામી શકો છો.
જેમને મહત્ત્વનાં નિર્ણયો લેવાના હોય છે તેમને માટે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ચૂકેલ The Art of Thinking Clearly અતિ જરૂરી વાંચન પ્રદાન કરે છે. સરળ, સ્પષ્ટ અને હમેશાં સુખદ આશ્ચર્ય આપે એવું. તે તમારા વિચારવાની શૈલી બદલી નાખશે – કૌટુંબિક જીવનમાં કે કામમાં. રોજેરોજ. દર રોજ.
અને હવે આ પુસ્તક રજૂ થયું છે ગુજરાતીમાં. ‘સ્પષ્ટ રીતે વિચારવાની કળા'

Product Details

  • Pages:328 pages
  • Language:Gujarati
  • Format:Paperback