સન્નિધાન

હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે. ભગિનીભાષાઓ પ્રત્યે સ્નેહાદર વ્યક્ત કરતું આ પુસ્તક ગુજરાતી કાવ્યભાવકને સમકાલીન ભારતીય કવિતાનું સન્નિધાન એ રીતે રચી આપે છે કે બે ભાષાઓનું વેગળાપણું ઓગળી જાય છે ને આપણી ગુજરાતી ગિરામાં કેવળ ભારતીય હૃદયધબકનો અનુભવ થાય છે. અહીં બાવીસ કવિઓની રચનાઓ છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત મૂર્ધન્યો પણ છે તો નવી ને નરવી આંખે જગતને સોંસરવું જોનારા તરુણ કવિઓ પણ છે. ગુજરાતીભાવકનેઆકવિ-નામોપરિચિતહોયકેઅપરિચિત,પણઆસૌ,આપણાકવિ-અનુવાદકને રમણીય વાગ્ભ્રમણમાં માર્ગમાં ભેટી ..

Book Pages: 152