રાજ કપૂર - ધ માસ્ટર ઍટ વર્ક
Raj Kapoor - The Master at work
આ ઉષ્માપૂર્ણ સંસ્મરણો દ્વારા વરિષ્ઠ દિગ્દર્શક રાહુલ રવૈલ પોતે આર.કે. સ્ટુડિયોઝમાં ગાળેલા એ દિવસોની યાદ તાજી કરે છે જ્યારે એમને ખુદ રાજ કપૂર પાસેથી ફિલ્મમેકિંગના પાઠ શીખવા મળ્યા હતા અને એક દિગ્દર્શક તરીકે એમનું ઘડતર થયું હતું. આ પુસ્તકમાં રાહુલ રવૈલ પ્રખ્યાત ફિલ્મમેકર રાજ કપૂરની ટેકનિક વિશે વાત કરે છે, અને સાથે સાથે એમના એસેન્ટ્રિક -ધૂની કહી શકાય એવા-વ્યક્તિત્વનાં અન્ય પાસાં, જેમ કે એમની બેનમૂન રમૂજવૃત્તિ, જીવન પ્રત્યેનો એમનો લાક્ષણિક અભિગમ, એમની ટેકનિકલ ક્રૂ સાથેનાં એમનાં સમીકરણો અને અભિનેતાઓની ત્રણ પેઢીઓ સાથેના એમના સંબંધો વિશેની એ રોચક વાતો પણ કરે છે, જે રવૈલ સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે.
રાજ કપૂરની છત્રછાયા હેઠળ રહીને શીખેલા પાઠ રાહુલ રવૈલને ‘લવ સ્ટોરી’, ‘બેતાબ’, ‘અર્જુન’ અને ‘ડકૈત’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ પડ્યા એની પણ રસપ્રદ છણાવટ આ પુસ્તક કરે છે.
માનવીય લાગણીઓની પરખ, સંગીતની ઊંડી સૂઝ અને દૃશ્યોના માધ્યમથી વાર્તા કહેવાનો કસબ- આ ત્રણ પરિબળો રાજ કપૂરને એક અસાધારણ ફિલ્મમેકર કેવી રીતે બનાવતાં એ ‘રાજ કપૂર: ધ માસ્ટર ઍટ વર્ક’ અત્યંત રોચક શૈલીમાં વર્ણવે છે. જગત રાજ કપૂરને એક એવી રહસ્યમય વ્યક્તિ તરીકે ઓળખે છે જેમના માટે શ્વાસ અને પ્રાણ એટલે સિનેમા. આ પુસ્તકનાં પાનાં આપણને કહે છે કે એ એક શિક્ષક, સલાહકાર, ગુરુ અને એક પ્રેમાળ પિતા પણ હતા. એમના વ્યક્તિત્વનાં આ અત્યાર સુધી છૂપાં રહેલાં પાસાં વાચકોને જરૂર સ્પર્શી જશે.
Product Details
- Pages:260 pages
- Language:Gujarati
- Format:Hardback