નવો ઉતારો
Navo Utaaro
શ્રી યોગેશ વૈદ્ય પાસે લાંબો – પચાસ વર્ષોનો અનુભવ છે – પોતાના જીવનનો અનુભવ, શેરી, સમાજ, બજાર, સ્વજનો-પ્રિયજનો, પાડોશીઓ, પર્વો-પ્રસંગો, શિક્ષણ, રાજકાજના વારાફેરા, એકાધિક કસબા-શહેર અને નગરનું રોજિંદું જીવન, ઘરમાંની સંકડાશો સામે હૃદય-મનની સમુદારતાં ધરાવતાં સ્વજનો અને સમાજના લોકો, બદલવા પડતા પડાવો-મુકામો તથા એનું નવતર અનુભવો કરાવતું કુટુંબજીવન-લોકજીવન; આટલું બધું સમૃદ્ધ અને ભાતીગળ અનુભવજગત લેખકની મૂડી છે. યોગેશ વૈદ્યે આવા સમૃદ્ધ સ્મૃતિવૈભવને આ સંચયમાં ઝીણવટથી આલેખીને પુન: ખળખળ વહેતો કરી આપ્યો છે! ઘણુંબધું શૈશવની સ્લેટમાં લખાયેલાં કક્કો-બારાખડીની જેમ ભૂંસાતું જાય છે, આપણેય એને ભૂલતા જઈએ છીએ... પણ એક દિવસ એ નખશિખ જાગી ઊઠે છે ને તંતોતંત અભિવ્યક્ત થવા માંડે છે ત્યારે એની મજા અનોખી હોય છે... સમયના પ્રવાહોમાં જિવાયેલો એ વ્યતીત અહીં એકસામટો હાજર થઈ જાય છે... કાળની સંદૂકમાં પુરાઈ ગયેલું લોકજીવન ઇતિહાસમાં પણ પૂરું વર્ણવાતું નથી. અહીં યોગેશ વૈદ્યે મનની મંજૂષામાં જપી-જંપી ગયેલા વ્યતીતને – ‘ચરણ ચાંપી / મૂછ મરડી’ – જગાડ્યો છે... ને એની મેળે પણ એ હાજર થઈ ગયો છે... લેખકે એને સંયોજિત કરીને શબ્દકળાથી નાથ્યો છે અદ્ભુત!
Product Details
- Pages:152 pages
- Language:Gujarati
- Format:Paperback