એકાકાર
Ekakaar
₹250.00
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં-ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં છે.
ફક્ત સંકેતથી સઘળું સદા કહી જાય છે સંતો,
નર્યાં અખબાર માફક ક્યાં કદી વંચાય છે સંતો?
રામકથાનું શ્રવણ અને સંપાદન એમના જીવનપંથને અજવાળતું રહ્યું. એટલે આમાંથી ઘણીબધી ગઝલો, કદાચ મોટાભાગની – પૂજ્ય બાપુના તાત્ત્વિક વિચારોની પીઠિકા ઉપર રચાયેલી છે. એમણે કેટલું ઝીલ્યું છે એ એમની વાત.
ધૂપ-દીપ થઈ ગયેલ શબ્દોનાં,
ચારધામ આરપાર વીંધે છે.
નીતિન વડગામાની ગઝલો એક વિશિષ્ટ રંગ સાથે આ યુગના અને આપણા ગુજરાતના વિરાટ વ્યક્તિત્વનાં સ્પંદનોથી રંગાયેલી ગઝલો છે.
Product Details
- Pages:130 pages
- Language:Gujarati
- Format:Paperback
Similar Books
View All

.png)




.png)







.png)













