Details

  1. home
  2. Products
  3. કશું જાણતો નથી

About The Author

કશું જાણતો નથી

Kasu Janto Nathi

By: Vinod Oza
₹175.00

પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. એમની ભીતરી ભોંયમાં જે સતત બંધાતું રહ્યું, વીખરાતું રહ્યું અને એમાંથી જે કંઈ કાગળ ઉપર ઠલવાયું એ બધામાંથી તારવી-સારવીને મૂકેલી થોડી ગઝલો એટલે આ ગઝલસંગ્રહ. ગીત, ગઝલ અને અછાંદસ એમ ત્રણેય સ્વરૂપોમાં કાવ્યલેખન કરનાર આ કવિને જે સવિશેષ ફાવ્યું તે ગઝલનું સ્વરૂપ. કવિ પોતાના સર્જન પ્રવાસમાં સજાગ થઈને પળેપળ તરફ મીટ માંડતા રહે છે. અને તેમને જે લાધે છે એને શબ્દદેહ આપી ગઝલો સર્જે છે. આગવી અભિવ્યક્તિને પામવા માટે એ ગઝલના કાવ્યસ્વરૂપનાં આંતરબાહ્ય તત્ત્વોને વિસ્મય અને ખેવનાપૂર્વક જોતાં - સમજતાં રહે છે. કવિ ક્યારેક કબૂલાત અને ઉપાલંભને કેવાં જોડી આપે છે અને એનાં ઉદાહરણો તેમની ગઝલોમાં મળે છે. કેટલાક શેર ભાવકને પ્રકૃતિની અજાયબ સૃષ્ટિની સન્મુખ કરી આપે છે. તો ક્યારેક પ્રિયતમા કે કવિતાના આગમનની ચિર પ્રતિક્ષા કરતા કેટલાક ઉમદા શેર સાંપડયા છે. કવિની ભીતર વિસ્તરતા અમાપ આકાશને શબ્દોમાં અભિવ્યક્ત કર્યા છે. ‘કશું જાણતો નથી’ની આ રચનાઓમાં ક્યાંક સાદ્યંત નીવડી આવેલી રચનાઓ મળી આવે છે તો અનેક આસ્વાદ્ય શેર પણ મળતા રહે છે. એકંદરે કાવ્યપદાર્થ માટેની કવિની ખેવના એમાં ઝબક્યા કરતી દેખાય છે. આવી અતૃપ્તિ જ સર્જક્ને આગળની યાત્રા માટે પ્રેરતી રહે છે. શબ્દના ઉઘાડને પામતાં પામતાં ભાષાના સ્તરોને તાગતાં તાગતાં તેઓ સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહે એવા ભાવ સાથે કવિના આ પ્રથમ ગઝલસંગ્રહને આવકારીએ.

Product Details

  • Pages:96 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All