Details

  1. home
  2. Products
  3. રામના પથ પર

રામના પથ પર

Ram na Path par

By: Vikrant Pandey & Nilesh Kulkarni
₹450.00

પ્રભુ શ્રી રામ... જેમણે પિતાના વચન ખાતર ૧૪ વરસનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નીલેશ કુલકર્ણીને. આ પ્રવાસ દરમિયાન તેમને પ્રાપ્ત થાય છે પ્રભુ રામ સાથે સંકળાયેલાં અનેક રસપ્રદ કથાનકો. પ્રભુ શ્રી રામે જ્યાં પ્રથમ રાત વિતાવી એ ગામનું નામ ચકિયા પૂર્વ કેમ પડ્યું? રામનાં એક મોટાં બહેન પણ હતાં, જેમનું નામ શાંતા હતું. અયોધ્યાના હનુમાનગઢીનો જીર્ણોદ્ધાર એક મુઘલ સૂબા દ્વારા કરવામાં આવેલો. ત્યારની લંકા તો ઘણુંખરું સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે છતાંય રામાયણમાં ઉલ્લેખિત શ્રીલંકાનાં બાવન અધિકૃત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. દરેક સ્થળની એક આગવી હકીકત અને માહાત્મ્યને સંપાદિત કરી આ લેખક બેલડીએ આપણને આપ્યું એક બેસ્ટસેલર પુસ્તક - રામના પથ પર, જેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનો રેખા પાંડે દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ રામના વનવાસ સાથે જોડાયેલા કણકણ અને જણજણની કહાની કહે છે અને પ્રભુ શ્રી રામના જીવનચરિત્રને અત્યંત રસપ્રદ સ્વરૂપે આપણી સમક્ષ મૂકે છે.

 

Product Details

  • Pages:296 pages
  • Language:Gujarati
  • Format:Paperback