રવીન્દ્રસાહિત્ય વિશેષ
Ravindrasahitya Vishesh
₹160.00
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અને અંતે ‘વિશ્વપુરુષમાં’ વિસ્તરતી રવીન્દ્રનાથની કવિદૃષ્ટિની અનેરી ભાત મારા ચિત્તમાં પડી. જગતના ઘણા કવિઓનાં કાવ્યોનું પરિશીલન કરતાં કરતાં રવીન્દ્રનાથની અનન્ય સર્જકપ્રતિભાના ગાઢ પરિચયમાં રહેવાનો જાણે સ્વભાવ થઈ ગયો.” અને તેના પરિપાકરૂપે રવીન્દ્રનાથનાં સર્જનવિશેષનું આ પુસ્તક લખાયું. જેમાં રવીન્દ્રનાથનાં અનેક કાવ્યોના આસ્વાદમૂલક લેખો; ‘ગીતાંજલિ’ અને તેના રવીન્દ્રનાથે કરેલા અંગ્રેજી અનુવાદ અને બીજા અનુવાદો વિશે મહત્ત્વપૂર્ણ, આધારભૂત અને રસપ્રદ તથ્યો રજૂ થયાં છે.
Product Details
- Pages:120 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All


