ભાવક પ્રતિભા
Bhavak Pratibha
જેમ ભાવક વિના સર્જક અધૂરો છે એમ સર્જક વિના ભાવક પણ અધૂરો છે. સર્જક અને ભાવક એકમેકના પૂરક છે. ઉત્કૃષ્ટ પ્રકારના સર્જનનો આધાર જેટલો સર્જકની પ્રતિભા પર રહેલો છે એટલો જ બાબતની પ્રતિભા પર પણ રહેલો છે.
આદિકાળથી લઈને આજના આધુનિક યુગ સુધી ભાવકની પ્રતિભા ઉત્તરોત્તર પ્રગતિ પામી છે. વળી સ્થળ કાળ પ્રમાણે બદલાતી આવી છે. આ નિરંતર ચાલતી આવતી પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિકની સાથે સાથે સામાજિક પરિબળો પણ સહભાગી રહ્યા છે. એક ભાવકે માણેલા સર્જનનો આનંદ એ પોતાના પૂરતો સિમિત ન રાખતા અન્યને પણ પોતાની પ્રતિભાવના બળે સંક્રાંત કરે છે. પરંતુ સાંપ્રત સમયમાં વધતા જતા માધ્યમો અને ક્ષણજીવી કોન્ટેન્ટના કારણે એક ભાવકની પ્રતિભા સામે અનેક પડકારો ઊભા છે. આ પડકારો કયા છે અને આ પડકારોની વચ્ચે ભાવકની પ્રતિભાને વિકસાવવા કેવા પગલાં આવશ્યક છે એની ઊંડી સમજ આપતું આ પુસ્તક સાહિત્યરસીકો માટે એક દીવાદાંડી સમાન સાબિત થઈ રહેશે.
આ સંદર્ભમાં બ. ક. ઠાકોર, તપસ્વી નંદી અને ચંદ્રકાંત ટોપીવાળા જેવા દિગ્ગજ સારસ્વતોએ રજૂ કરેલા પોતાના વિચારો, અવલોકનો અને સૂચનો આજનાં ભાવકની પ્રતિમાને વધુ સમૃદ્ધ કરવા ઉપયોગી નીવડશે.
Product Details
- Pages:118 pages
- Language:Gujarati
- Format:Paperback