ચન્દ્રકાન્ત ટોપીવાળા વિશે
Chandrakant Topiwala Vishe
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો અને બહુપારિમાણિક તોમજ બહુસ્તરીય સાહિત્યિક સંદર્ભો ધરાવતો આ વિશિષ્ટ ગ્રંથ છે.
આ ગ્રંથમાં કુલ નવ વિભાગ છે. આ વિભાગોમાં એમના વિવેચનગ્રંથોનાં અને કાવ્યસંગ્રહોનાં થયેલાં અવલોકનો, એમની કાવ્યરચનાઓના આસ્વાદો, કાવ્યાનુવાદો પરના લેખો, એમના સમગ્ર સાહિત્ય પર થયેલું વિવેચન, આત્મવૃતાંત પરના લેખો, વિવિધ સંપાદનો ઉપર થયેલાં અવલોકનો, એમના પરનાં પ્રાસંગિક લખાણો, પ્રાપ્ત થયેલાં પારિતોષિકો, જીવન અને સાહિત્ય પરના સંદર્ભો રજૂ કરીને અંતે સમગ્રપણે લેખકસૂચિ તથા કૃતિસૂચિ આપવામાં આવી છે. ગ્રંથમાં કુલ 60 લેખકોના 128 લેખો સમાવિષ્ટ છે.
ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વના વિવેચક-કવિ સાહિત્યકારનો વિશેષ પરિચય આપતું એને એમનાં તમામ પાસાંઓ ઉજાગર કરતું આ સંપાદન ‘ચન્દ્રકાન્ત ટોપીવાળા વિશે’ અભ્યાસી અને વિદ્વજ્જનો સહિત સાહિત્યના ભાવકો, રસિકો માટે એક સંદર્ભસ્રોત પણ બની રહેશે.
Product Details
- Pages:496 pages
- Language:Gujarati
- Format:Hardback