મનના મૉનોલૉગ્સ
Man Na Monologues
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્રકૃતિ છે. જે ક્ષણે મનુષ્ય વાચવાનું, શીખવાનું કે વિકસવાનું બંધ કરી દે છે, એ જ ક્ષણથી વિનાશ આપમેળે શરુ થઈ જાય છે. વૃદ્ધિ પામવી એ સજીવનું લક્ષણ છે અને વિકસતા રહેવું, એ તેની જરૂરીયાત.
ક્યારેક આપણે ફ્રસ્ટ્રેશન, અકળામણ કે નિરાશા એટલે અનુભવતા હોઈએ છીએ કારણ કે આપણે સ્ટેગ્નન્ટ કે સ્થિર બની ગયા હોઈએ છીએ. ખુશ રહેવા માટે આપણને જેની સૌથી વધારે જરૂર છે, એ ઘટક વિશે આપણે તદ્દન અજાણ હોઈએ છીએ. એ ઘટક છે, સુધાર. ઈમ્પ્રુવમેન્ટ. અને મનુષ્ય જીવન સાથે સંકળાયેલા કોઈ પણ સુધારની શરૂઆત નવું વાચવા, જાણવા કે શીખવાથી થાય છે.
મનના મોનોલોગ્સ તમારા અને તમારા સ્નેહીઓ માટે ‘ડાયલોગ્સ’ બની રહે એવી શુભેચ્છાઓ સાથે આ પુસ્તક તમારે હવાલે.
Product Details
- Pages:176 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All


.png)



