પ્રેમ, એમ અને કેમ?
Prem, Em ane Kem
• પ્રેમ એટલે શું? • પ્રેમ એટલે એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ? • જે પૂરી થાય તો મજા અને ન થાય તો સજા? • શું પ્રેમ કરવો આસાન છે, પરંતુ નિભાવવો મુશ્કેલ? • પ્રેમમાં માલિકીભાવ આવે ત્યારે શું થાય? • પ્રેમ એક સુંદર અનુભૂતિ હોવાની સાથે જ્યારે જવાબદારી બની જાય ત્યારે?
• આજીવન સાચો પ્રેમ મેળવવા માટે શું કરવું પડે? • શું સાચો પ્રેમ મળી શકે ખરો? • શું બ્રેકઅપ જેવું કંઈ હોય છે ખરું?
આ તમામ પ્રશ્નોના જવાબ એટલે યુવા લેખક કેતન કારિયાનું નવું પુસ્તક ‘પ્રેમ એમ અને કેમ?’ પોતાના પ્રિય પાત્રનો પ્રેમ પામવા ઝંખતી યુવતી તેનાથી અલગ થઈ જતાં ગુસ્સો, તણાવ, મૂંઝારો, પીડા જેવા અનેક ભાવોમાંથી પસાર થઈ રહી છે. આ નાજુક સમયમાં તેના ફ્રૅન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ બની સાચા પ્રેમમાં શ્રદ્ધા રાખવા માટે પ્રેરે છે એક અનુભવી મેન્ટોર. તિરસ્કારથી સ્વીકાર સુધીની, બ્રેકઅપથી મેકઅપ સુધીની, વિરહથી મિલન સુધીની યાત્રા કરાવતું આ પુસ્તક સાચો પ્રેમ મેળવવા માટેનું પથદર્શક બની રહેશે. વાર્તાની સાથે પુસ્તકમાં ડાયરી અને એપ્લિકેશન સ્વરૂપે ટાંકેલા ચાવીરૂપ મુદ્દાઓ પ્રેમની અનુભૂતિને ઊંડાણથી સમજવા મદદ કરે છે.
Product Details
- Pages:176 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View AllSimilar Books
View All





