હૅમરપૉન્ડ પાર્ક
Hammerpond Park
સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે. આ જ દિશામાં એક નવું પ્રયાણ એટલે યામિનીબહેન પટેલ દ્વારા ગુજરાતીમાં અનૂદિત વિશ્વની ચુનંદા શ્રેષ્ઠ ૧૭ રહસ્યકથાઓનો આ સંગ્રહ. હાસ્યના મહારથી માર્ક ટ્વેઇન, વિજ્ઞાનના જાણકાર એચ. જી. વેલ્સ, બ્રિટનના ધૂમકેતુ ગણાતા લૉર્ડ ડન્સાની, એલ. ફ્રેન્ક, રૂથ ચેસમૅન, એન મૅકેન્ઝી જેવા દિગ્ગજ વાર્તાકારોની સુપ્રસિદ્ધ વાર્તાઓના આ અનુવાદમાં માનવસ્વભાવની કાળી અને ગેબી બાજુનું પ્રતિબિંબ જોવા મળે છે. ક્યાંક ઠંડા કલેજે થનાર હાર્ડકોર અપરાધ તો ક્યાંક ભયાનક હૉરરનું તત્ત્વ ધરાવતી આ વાર્તાઓ પોતાની વિશેષ રજૂઆત પદ્ધતિ અને રહસ્યતત્ત્વના કારણે વાચકને જકડી રાખે છે. પશ્ચિમના આ પ્રચલિત સાહિત્યપ્રકારમાંથી ચૂંટીને પસંદ કરવામાં આવેલી આ વાર્તાઓના અનુવાદમાં સુગમ ભાષાશૈલી છે અને સરળ-સહજ સંવાદો છે જે દરેક વાર્તાને વધુ આસ્વાદ્ય બનાવે છે.
Product Details
- Pages:136 pages
- Language:Gujarati
- Format:Paperback
Similar Books
View All.png)



