Details

  1. home
  2. Products
  3. મારો એડિનબરાનો પ્રવાસ

મારો એડિનબરાનો પ્રવાસ

Maro Edinburgh no Pravas

By: Pravin Sinh Chavda
₹250.00

લેખક પ્રવીણસિંહ ચાવડાને એક દિવસ પોતાનું કબાટ ફંફોસતાં મળી આવે છે જૂની કોથળી જેમાંથી નીકળે છે Bank of Scotlandની પાસબુક, યુનિવર્સિટી ઑફ એડિનબરાની લાઇબ્રેરીનું કાર્ડ, બ્રિટિશ કાઉન્સિલના કેટલાક પત્રો, વિઝિટિંગ કાર્ડ, ટેલિફોન ડાયરી, ચબરખી ઉપર સરનામાં વગેરે. આ તમામ વસ્તુઓ એમને ખોલી આપે છે દ્વાર એડિનબરાના પ્રવાસની સ્મૃતિઓનાં, જેમાં લટાર મારી જીવંત થયેલા ભૂતકાળને મળે છે પુસ્તકનું રૂપ, જેનું શીર્ષક છે ‘મારો એડિનબરાનો પ્રવાસ’. ૧૯૯૦માં બ્રિટિશ કાઉન્સિલના આમંત્રણથી કૉમ્યુનિટી એજ્યુકેશનના કોર્સ માટે લેખકને એડિનબરા જવાનું થાય છે. સાથે છેલ્લું એક પખવાડિયું યુનિવર્સિટી ઑફ લંડનમાં યોજાયેલા ઈસ્ટર વેકેશન કોર્સમાં હાજરી આપે છે. આ સમય દરમિયાન લેખકને મળે છે, કડકડતી ઠંડીમાં અજાણ્યા સંબંધોની હૂંફ, નિયમો અને શિસ્તની વચ્ચે પ્રોફેસરો દ્વારા અપાતી વૈચારિક સ્વતંત્રતા અને સહપાઠીઓ સાથેનો ઘરોબો, પરદેશી ધરતી પર માણેલી દેશી મહેમાનગતિ અને એશિયન સંગીઓ સાથેના અજીબોગરીબ અનુભવો, જ્યૉર્જ સ્ક્વેરના કૅમ્પસમાં થતી ચર્ચાઓ અને બંધાતી મિત્રતા, શેક્સપિયર, બ્રોન્ટે સિસ્ટર્સના જન્મસ્થળની મુલાકાત. આમ પોતાના પ્રવાસ દરમિયાન થયેલી નવી મુલાકાતો, બંધાયેલા આત્મીય સંબંધો અને સંસ્કૃતિઓના સમન્વયની અનોખી સાહિત્યિક ઝાંખી આ પુસ્તકમાં એક સ્મૃતિ સ્વરૂપે જીવંત થઈ છે, જેના દરેક પ્રસંગમાં સીમાડાઓ ઠેકતા વિચારો સાથે માનવીય સંબંધોની મહેક માણવા મળે છે.

Product Details

  • Pages:160 pages
  • Language:Gujarati
  • Format:Paperback