જલસા અવતાર
Jalsa Avatar
આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ચિનુ મોદી, જેમણે કદાચ સાહિત્યના મોટાભાગના સ્વરૂપોમાં પોતાની સર્જનશક્તિની છાપ છોડી છે.
આમ જુઓ તો કેવા મોકળા અને જટિલ અને અનેરું અંગત જીવન-કથાનક ધરાવતા ચિનુ મોદી જ્યારે પોતાનાં અગણિત મિત્રો, મુરબ્બીઓ અને સ્વજનો સાથેની આત્મીયતાને આલેખે છે ત્યારે રચાય છે ‘જલસા અવતાર’.
જેમાં છે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના રસપ્રદ પ્રસંગો, તો વળી રે-મઠથી લઈને શનિસભા સુધીની પ્રવૃત્તિઓની ઘટમાળ!
‘જલસા અવતાર’માં તેમણે આલેખ્યું છે પોતાની યુવાનીમાં મિત્રો, સહકાર્યકરો અને સર્જકમિત્રો સાથેના સંબંધોનું નિખાલસ ચિત્રણ અને પાછલી ઉંમરની એકલતાની ખુમારી.
પળેપળ સંવેદનશીલતાથી છલકાતા સાહિત્યકાર ચિનુ મોદીની આત્માકથા સમાન પુસ્તક જલસાવતારની સંવર્ધિત બીજી આવૃત્તિ નેશનવાઈડ ફ્રી શીપીંગ સાથે ઘેર બેઠા મેળવો.
Product Details
- Pages:310 pages
- Language:Gujarati
- Format:Hardback