ઈર્શાદપર્યન્ત
Irshaadparyant
₹400.00
કવિ શ્રી ચિનુ મોદીના સ્વર્ગવાસ પછી એમની જૂની હસ્તલિખિત બે ડાયરીઓ મળી આવી, ‘ઈર્શાદગઢ’માં ‘ધાંધલ-ધમાલ’ શરુ થઈ – એ ડાયરીઓને ગ્રંથસ્થ કરવાની. ગઝલ, ગીત, દોહા, મુક્તછંદ કાવ્યો, બાળ કાવ્યો વગેરેથી ડાયરીનાં પાનાં ઉભરાઈ રહ્યાં હતાં. આ અપ્રગટ રચનાઓને ગ્રંથસ્થ કરીને એ બહાને ‘ઈર્શાદપર્યંત’ પહોંચી શકાવાનો આ પ્રયત્ન છે. એમની કવિતાનું મૂલ્યાંકન કરવાનું હોય નહિ. આપણે તો કેવળ આનંદ, અને ધન્યતા વ્યક્ત કરવાની હોય. ચિનુકાકા! કોઈ હજુ તમને ક્યાં ભૂલ્યું છે!
હું દેહ છોડીને આવું તો સ્વર્ગ જોઈશે
તારા જગતમાં છો ને એવી પ્રથા ન હો.
સ્વર્ગ આપવાને બહાને ઉપરવાળાએ ભલે એમને બોલાવી લીધા પણ આપણે તો સોનાની જણસ ગુમાવી.
સાવ સોનાની જણસ ‘ઈર્શાદ’ છે
બોલ એની કેટલાંને જાણ છે?
Product Details
- Pages:222 pages
- Language:Gujarati
- Format:Hardback