logo

નિસર્ગનાદ (Essays)

નિસર્ગનાદ

અશોક મશરૂ

રાજકોટની આસપાસની નદીઓ, જળાશયો, ગીર અને રણથંભોર જેવાં અભયારણ્યોના પ્રવાસો અને ડાંગનાં જંગલોની બાઇકયાત્રા દરમિયાન નિહાળેલી વન્ય જીવસૃષ્ટિ અને તેની લીલાને શબ્દબદ્ધ કરી અનેક નિબંધો રચે છે જે આ પુસ્તકમાં એકસાથે માણવા મળે છે.
પુસ્તકમાં આગવી વિશેષતા ધરાવતાં સ્થાનિક અને યાયાવર પક્ષીઓ પરના સ્વતંત્ર નિબંધોની સાથે કાંચનાર અને ટેકોમા જેવાં વૃક્ષોનો પરિચય, કીટકજગતની સેર, સિંહાવલોકનનો રોમાંચ અને પક્ષીવિદ લાલસિંહ રાઓલ સાથેની મુલાકાત પણ સામેલ છે. આમ વિષયની દૃષ્ટિએ આ પુસ્તક વ્યાપક છે તેમ જ દરેક નિબંધ સાથે તેને અનુરૂપ અશોકભાઈ દ્વારા લેવાયેલી સુંદર તસવીરો મૂકવામાં આવી છે, જે તેને વધુ આસ્વાદ્ય બનાવે છે.
અહીં પંખીઓના કલરવની સાથે આજી અને હિરણ જેવી નદીઓ અને ઝરણાંઓની ખળખળ, ડાલામથ્થા સિંહોની ડણક, વાઘ-દીપડાની ત્રાડ, પાનખરનાં શુષ્કપર્ણોના મર્મર અને ઘોર અંધારી રાતના સન્નાટાનો અવાજ પણ શાબ્દિક રીતે આબેહૂબ ઝિલાયો છે. વિવિધ ઋતુઓમાં બદલાતા પ્રકૃતિના રંગો અને વન્ય જીવસૃષ્ટિની વ્યાપકતાને આ નિબંધોમાં માણી શકાય છે.‌
વાઘ-સિંહ જેવાં રાજવી પ્રાણીઓને નજીકથી જોવાનો રોમાંચ, જળાશયોના કિનારે તૃષા છિપાવતાં હરણ, સાબરનાં ઝુંડ, પોતાની સુડોળ અંગભંગિમા અને કર્ણપ્રિય સ્વર અને રંગોથી અભિભૂત કરતાં પક્ષીઓને આ પુસ્તકમાં જીવંત કરી અશોકભાઈ વાચકને પરોક્ષ રીતે પ્રકૃતિની સેર કરાવે છે. પ્રાકૃતિક વિષય પર સર્જાયેલા ગુજરાતી સાહિત્યમાં આ પુસ્તક આગવું સ્થાન પામશે.

₹475.00

  • Pages: 152 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Essays
  • Dimensions: 215 cm x 144 cm
  • Weight: 179 gm
scroll-top