અભાવ કવિતા બની ગયો
Abhav Kavita Bano Gayo
વિકી ત્રિવેદીનો આ નવો ગઝલસંગ્રહ છંદ, રદીફ અને કાફિયાના પ્રયોગોને લઈને અનોખો છે. એક શેરમાં દિગ્ગજ ક્રિકેટરોની લાક્ષણિકતાઓને ઉપયોગમાં લઈ ઈશ્વરને ફરિયાદ કરતાં કહે છે:
‘મને ઈશ્વર સચિન જેવો બનાવીને જ રહેવાનો, એ મારી સામે દુઃખના બૉલ અખ્તર જેમ ફેંકે છે.’
તો લોકપ્રિય ફાસ્ટફૂડ દાબેલી પર એક મુસલસલ ગઝલ આપતાં કહે છે:
‘તવા ઉપર મુકાઈ જાય જ્યાં હળવેક દાબેલી, ફૂલોની જેમ ફેલાવે પછી તો મહેક દાબેલી.’
બોલચાલની ભાષા એ ગઝલનું આગવું અંગ રહ્યું છે. પ્રિય પાત્રને બકા કહીને સંબોધવાની રીતને કવિ ગઝલમાં કંડારે છે અને કહે છે:
‘હસ મા કે આ સમુદ્ર કદી રણ થશે બકા, જે વેદના મને છે તને પણ થશે બકા.’
ખલાસ જેવા શબ્દનો રદીફમાં અલગ રીતે પ્રયોગ કરી સંબંધોની પરિભાષા આપતાં કહે છે:
‘વધુમાં સાથે બેસો એટલો વ્યવહાર રાખીએ, હૃદયમાં સ્થાન દેવામાં ઘણા ખલ્લાસ થઈ ગ્યા છે.’
એક શેરમાં માતાનો મહિમા નોખી રીતે ગાતાં કહે છે,
‘મેં લખાવ્યું ઘર ઉપર ‘માતૃકૃપા’, બારણે આવેલ દુઃખ ફંટાઈ ગ્યું!’
અવનવા પ્રયોગો અને ચોટદાર અભિવ્યક્તિ સાથે રચાયેલો આ ગઝલસંગ્રહ વાચકોને આજના સમયના આધુનિક ગઝલસર્જનનો સુપેરે પરિચય કરાવશે.
Product Details
- Pages:96 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All

.png)




.png)







.png)













