સંવેદનાનો વેદ
Samvedna no ved
ક્યારેક જાત સાથે, ક્યારેક ઈશ્વર સાથે અને ક્યારેક પ્રકૃતિ સાથે સધાયેલા સંવાદોની ફળશ્રુતિ એટલે આ સંવેદનાનો વેદ.
પોતાની આસપાસ આકાર લેતી વેદનાને પોતાની ગણી તેને સંવેદનાનું રૂપ આપવા વિકી ત્રિવેદીએ લીધો છે શબ્દોનો સહારો. આંસુ વહેવાની ઘટનાને કાવ્યાત્મક રીતે બયાન કરતાં કહે છે,
કાશ! ગાલ પથ્થરના હોત! સાંભળ્યું છે અરે જોયું પણ છે પાણી વહે એ પથ્થરો લિસ્સા થઈ જાય કાશ! ગાલ પણ પથ્થરના હોત...!
સંબંધોમાં આવતી કડવાશને એક કાવ્યમાં સૂચક રીતે રજૂ કરે છે,
પહેલાં જે ઓશીકું કોઈનું માથું લાગતું હતું એ હવે પાછું ઓશીકું જ લાગે છે મતલબ કે કોઈ મનથી ઊતરી ગયું
રંગ બદલતા માણસ પર કટાક્ષ કરતું એક કાવ્ય ખૂબ જ ચોટદાર છે,
એ બધા જે બદલાઈ ગયા છે એમના ઉપર કેસ થવો જોઈએ પોતાનું જ ખૂન કરવાના ગુના હેઠળ ધારા 302 લાગવી જોઈએ
સાવ સામાન્ય લાગતા પ્રસંગો અને ઘટનાઓમાંથી કાવ્ય નીપજાવતો આ સંગ્રહ વાચકોને ક્યાંક પોતાની ભીતર રહેલી સંવેદનાઓ સાથે જોડી આપશે.
Product Details
- Pages:116 pages
- Language:Gujarati
- Format:Paperback