વિવેક ચૂકે
Vivek Chooke
₹225.00
પરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી બહાર નીકળીને હંમેશાં નોખા તર્ક અને દલીલો સાથે ગઝલ કહેતા ભાવેશ ભટ્ટ આ નવા સંગ્રહમાં પણ પોતાનો મિજાજ જાળવી રાખે છે. દુનિયામાં ટકી રહેવા પળેપળ હોશિયાર અને સતર્ક બનતા જતા માણસો વચ્ચે કવિ ઈશ્વર પાસે નોખા જ વ્યક્તિત્વની માગ કરે છે. પરિવારના કંકાસ અને વિવાદોની પ્રતિકૂળ અસર બાળકના કુમળા મન પર કેવી રીતે પડે છે એ બયાન કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની ખુમારી અકબંધ રાખવી એ કવિનો સ્વભાવ છે. જ્યારે પ્રસિદ્ધિ વ્યક્તિથી મોટી બની જાય ત્યારે એના માટે મુસીબત બની જાય છે. આ હકીકતને શેરમાં રજૂ કરે છે. હંમેશાં અવનવા પ્રયોગો માટે તૈયાર રહેતા કવિએ આ સંગ્રહમાં ૨૪૦થી વધુ શેર સાથે દીર્ઘ ગઝલ પણ આપી છે. જેની દરેક ગઝલનો દરેક શેર અટકીને કંઈક વિચારવા મજબૂર કરી દે એવો આ ગઝલસંગ્રહ ખરેખર વાંચનવિવેક માગી લે તેવો છે.
Product Details
- Pages:156 pages
- Language:Gujarati
- Format:Hardback
Books From Same Author
View All

Similar Books
View All

.png)





.png)







.png)














