સીતા
Sita
રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યાં છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલૉજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત ‘સીતા’ શા માટે વાંચવું જોઈએ? એમાં એવું તે શું છે જે એને બીજાં કથનોથી જુદું પાડે છે? સામાન્ય વાચક માટે રામાયણ શ્રદ્ધાનો વિષય છે, જેના નાયક રામ પૂજનીય છે. પુસ્તક અને નાયક બંને તર્કથી પર છે. પરંતુ આ પુસ્તકની પહેલી વિશિષ્ટતા એ છે કે સીતાને કેન્દ્રસ્થાને રાખીને એના દૃષ્ટિકોણથી કથાને આલેખે છે. એ રીતે પુસ્તક એક નવો ચીલો ચાતરે છે. પુસ્તકને રસપ્રદ બનાવતું બીજું જમાપાસું છે એનાં રેખાચિત્રો. લેખકે પોતાની સરળ અને રોચક શૈલીમાં દોરેલાં ચિત્રો રામાયણનાં વિવિધ પાત્રો અને પ્રસંગોને જીવંત બનાવે છે. આપણે સૌ વાલ્મીકિ અને સંત તુલસીદાસનાં રામાયણથી તો પરિચિત છીએ, પણ દેવદત્ત પટનાયકે માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રચલિત રામકથાઓ વિશે ગહન સંશોધન કર્યું છે અને એના અર્કરૂપે આપણા માટે ઘણે અંશે અપરિચિત પાત્રો અને પ્રસંગોનો રસથાળ આ પુસ્તકના માધ્યમથી આપણી સમક્ષ મૂક્યો છે. તદુપરાંત આપણને પરિચિત હોય એવા પ્રસંગોને આપણા માટે અપરિચિત હોય એવા ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં તાર્કિક દૃષ્ટિકોણથી મૂલવ્યા છે, જે આ પુસ્તકને અન્યોથી જુદું પાડે છે.
શ્રી દેવદત્ત પટનાયક દ્વારા લિખિત અને ડૉ. અપૂર્વ વોરાની લાક્ષણિક શૈલીમાં અનૂદિત એક રસપ્રદ પુસ્તક ‘સીતા : રામાયણનું એક સચિત્ર પુનર્કથન’.
Product Details
- Pages:374 pages
- Language:Gujarati
- Format:Paperback