જૅક્સન સિમ્ફની
Jackson Symphony
એક સમય હતો જ્યારે અમેરિકામાં સ્થાયી થવું એ વિદ્યાર્થી તરીકે સંઘર્ષભર્યું હતું. 70ના દાયકામાં બે ગુજરાતી યુવાનો અભ્યાસાર્થે અમેરિકાના જૅક્સન પરગણામાં રૂમમેટ તરીકે સાથે રહેતા હોય છે. નવી આબોહવા, નવી રહેણીકરણી, નવી ભાષા અને નવા રીતરિવાજોમાં ઢળવું, ફાજલ સમયમાં ગેરકાયદે નોકરી કરી વતન પૈસા મોકલવાની જવાબદારી નિભાવવી, વીકએન્ડમાં અમેરિકન યુવતીઓ સાથે ડેટ પર જવું. એક મિત્રને માટે તો આ બધું સામાન્ય બની જાય છે, પરંતુ બીજો મિત્ર સંસ્કારો અને મૂલ્યોમાં અટવાઈ પડે છે. પરંતુ અચાનક કથા વળાંક લે છે અને ખૂલે છે અનેક રહસ્યો. એક મિત્ર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, અને બીજો મિત્ર નિભાવે છે પોતાની ફરજ. આવા જટિલ સંજોગોમાં આકાર લે છે એક પ્રણય ત્રિકોણ. પરંતુ અહીં રચાયેલો પ્રણય ત્રિકોણ પરંપરાગત નવલકથા કરતાં ઘણા અંશે નાવીન્યપૂર્ણ છે.
પ્રેમ, મિત્રતા, સંસ્કૃતિઓ વચ્ચેનો તફાવત અને રાજકીય તનાવ વચ્ચે પાંગરેલી આ કથા માનવીય સંવેદનોની બહુરંગી સિમ્ફની રચે છે. ઘટનાઓના પૂર્વસંકેતો અને નાટ્યાત્મક નિરૂપણ ગજબનો સસ્પેન્સ જન્માવી વાચકોના કુતૂહલને અંત સુધી ટકાવી રાખે છે. ઓછામાં ઓછી ઘટનાઓ દ્વારા કથા કહેવાની વિશિષ્ટ રીતમાં રસાળતા અને પ્રતીકાત્મકતા છે, જે પાત્રોના બાહ્ય સંઘર્ષ કરતાં આંતરિક સંઘર્ષની યાત્રા ખેડે છે.
લેખક પ્રકાશ ત્રિવેદી દ્વારા અમેરિકામાં રહેતા ભારતીયો પર લખાયેલી અને ૧૯૮૩માં પ્રગટ થયેલી આ નવલકથાએ અનેક ગુજરાતીઓને આકર્ષ્યા, જેનું પુનઃ પ્રાગટ્ય તે સમયના ગુજરાતી વિદ્યાર્થીઓની અમેરિકામાં વસવાટની સંઘર્ષમય કથા સાથે તેના સંકુલ છતાં રસપ્રદ ભાવવિશ્વની સંવેદનશીલ સફર કરાવશે.
Product Details
- Pages:120 pages
- Language:Gujarati
- Format:Paperback
Similar Books
View All






















