કલ્પતરુ
Kalptaru
1980નાં દાયકાનો ઉત્તરાર્ધ એટલે આજના કમ્પ્યૂટર મહાશયનો ભાંખોડિયા ભરવાનો સમય યુવા પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય કે તે વખતે કમ્પ્યુટરની RAM 2 MB હતી અને હાર્ડડ્રાઈવ 20 MB. અને જો 4MB અને 40MB મળે તો ભયો ભયો.
એ સમયે એક ગુજરાતી લેખક, આજનાં કમ્પ્યૂટર યુગની કલ્પના કરીને એક નવલકથા લખે છે. નવલકથાનું કેન્દ્રિય પાત્ર ડોક્ટર કિરણ કામદાર કમ્પ્યૂટરની ચીપ પર અમુક લાખ બાઈટ આંકી શકવાની સરળ રીત શોધવામાં સફળ થાય છે એ પરિકલ્પનાની આસપાસ ૧૯૮૭માં રચાયેલી નવલકથા ‘કલ્પતરુ’. જેમાં કમ્પ્યૂટરની એવી કરામતોની પરિકલ્પના છે જે એ સમયે સપનું લાગતી પણ આજે હકીકત બની ગઈ છે. પોતાનાં પાત્ર તથા ઘટનાનાં અનોખા નિરૂપણ દ્વારા વાચકને છેક સુધી જકડી રાખતી કથાવસ્તુના સર્જક અને ગુજરાતી ભાષાના વૈશ્વિક લેખક મધુ રાયની કલમે લખાયેલ નવલકથા ‘કલ્પતરુ’.
મધુ રાયનાં ચાહકોને તો કલ્પતરુ વાંચવી ગમશે જ પરંતુ આજની પેઢીને પણ આ નવલકથા ચોક્કસ આકર્ષશે.
Product Details
- Pages:216 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Similar Books
View All






















