Details

  1. home
  2. Products
  3. કવચ

About The Author

કવચ

Kavach

By: Kiran Oza
₹325.00

ભારતના અવકાશ કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ‘મિશન ચક્રવ્યૂહ’ એકસાથે નવ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા જઈ રહ્યો છે. કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, પરંતુ અંતિમ ઘડીએ જ મિશનના વડાના કમ્પ્યુટર સ્ક્રીન પર ખતરાની ઘંટી વાગે છે અને તેઓ લૉન્ચ થઈ રહેલા યાનને રોકવા દોડે છે. ભારતના આ મહત્ત્વાકાંક્ષી મિશનને રોકવા પાછળ હાથ છે વિદેશી પરિબળોનો.‌
એક તરફ ચીનનો વૈજ્ઞાનિક ચાઓ ‘યલો ડ્રેગન’ નામનું રાસાયણિક વેપન બનાવી ભારત સહિત સમગ્ર માનવજાતિને એકબીજાના લોહીની તરસી બનાવી તેનો નાશ કરવા ઇચ્છે છે, બીજી તરફ પાકિસ્તાન ભારતના મુગટસમાન કાશ્મીરને કબજે કરવા કશ્મીરીઓને ભડકાવી બીટ્ટા કસાઈ જેવા અવનવા આતંકીઓ પેદા કરી ભારત વિરુદ્ધ તે લોકોને હથિયાર બનાવી રહ્યું છે. પરંતુ ભારતની રક્ષા માટે સદૈવ તત્પર આર્મીના રિટાયર્ડ ચીફ તૈયાર કરે છે રોબોબૉય જેવા વીર યોદ્ધાને, જે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ દેશની રક્ષાનું પોતાનું લક્ષ્ય પાર પાડવા સક્ષમ છે. ભારતને આતંકથી રક્તરંજિત કરવાના દુશ્મન દેશોના ષડ્યંત્રને પાર પાડવા બીટ્ટા કસાઈ અને બાપુ ભૈરવભારતી દેશદ્રોહીઓ બને છે.  આ બધાની વચ્ચે દેશના નિર્દોષ લોકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા ટેકી સુરેન્દ્ર અને રોબોબૉય બને છે કવચ.
શું આ બંનેની જોડી મિશન ચક્રવ્યૂહને સફળ બનાવશે?

Product Details

  • Pages:224 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All