logo

સમયચક્ર (Novel)

સમયચક્ર

હાર્દિક રાવલ

ત્રણ મિત્રો એક વખત ટાઇમ ટ્રાવેલ ડિવાઇસના ઉપયોગથી પહોંચી જાય છે ૧૫મી સદીના ગુજરાતમાં, જ્યાં સુલતાન મહંમદ બેગડો ચાંપાનેરના રાજા જયસિંહ ઉર્ફે પતાઈ રાવળને હરાવી પાવાગઢ કબજે કરવાની તૈયારીમાં છે. આ ત્રણેય મિત્રો પાસે આ યુદ્ધને રોકી ઇતિહાસ બદલવાનો વિકલ્પ તો છે, પરંતુ એમ કરવાથી સમયના પ્રવાહમાં ખૂબ મોટું ગાબડું પડે એમ છે જેની વિપરીત અસર વર્તમાનમાં થઈ શકે છે. ઇતિહાસને પોતાની નજર સામે જોઈ રહેલા આ મિત્રોના ટાઇમ ટ્રાવેલ ડિવાઇસની બૅટરી અચાનક ખતમ થઈ જતાં તેઓ ફસાઈ જાય છે ભૂતકાળમાં. જ્યાં તેમને મળે છે એક નવો મિત્ર જે તેમને છળ કરી લઈ જાય છે એક એવા ભવિષ્યમાં, જ્યાં સમયનું અસ્તિત્વ જ નથી. જાગૃત અને અજાગૃત વચ્ચે  ભ્રમ પેદા કરતું આ સ્થળ એટલે જ ‘સમયચક્ર’.
રોમાંચ અને કુતૂહલથી ભરપૂર આ સાયન્સ ફિક્શનમાં, ક્વૉન્ટમ ફિઝિક્સ, બટરફ્લાય ઇફેક્ટ અને બ્લૅક હોલ જેવી વૈજ્ઞાનિક થિયરીનો ઉપયોગ કરીને રચાયેલી આ કથા માત્ર સાયન્સ ફિક્શન ન બની રહેતાં ફૅન્ટસી કથા પણ છે, જેમાં જે થઈ ગયું છે એને સ્વીકારવાની, પોતાનાં કર્મોને અપનાવવાની અને મહત્ત્વાકાંક્ષા આગળ સંબંધોને પસંદ કરવા જેવી બાબતોને સૂચક રીતે મૂકવામાં આવી છે. પ્રવાહી શૈલી અને અણધાર્યા વળાંકો વાચકને અંત સુધી જકડી રાખે છે અને એકી બેઠકે વારતા પૂરી કરવા પ્રેરે છે.
ગુજરાતી સાહિત્યમાં ઓછા ખેડાતા એવા સાયન્સ ફિક્શનમાં આ કથા એક આગવો પડઘો પાડી વાચકોને નવા રોમાંચનો અનુભવ કરાવશે. 

₹225.00

  • Pages: 96 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Novel
  • Dimensions: 22.50 cm x 14.40 cm
  • Weight: 128 gm
scroll-top