વીર વત્સલા
Veer Vatsala
પ્રથમ વિશ્વયુદ્ધના સમયનાં રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમની, ટેકીલાપણાની અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. ‘વીર-વત્સલા’ નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. એક સૈનિક અને એક ગરીબ પૂજારીની દીકરી વચ્ચે પાંગરેલો પ્રણય કેવી કસોટીમાંથી પસાર થાય છે, એની હૃદયસ્પર્શી અને રસપ્રદ રજુઆત સહુને ગમશે.
અગાઉ ‘લવ યૂ લાવણ્યા’ જેવી સુંદર નવલકથા અને ‘ડૂબકીખોર’ જેવા અભિનવ વાર્તાસંગ્રહ દ્વારા ફિક્શન-રાઈટીંગમાં કાઠું કાઢી ચૂકેલા કવિ, વાર્તાકાર, હાસ્યકાર રઈશ મનીઆરની આ નિતાંત રસપ્રદ નવલકથા છે.
વીર અને વત્સલા, પ્રેમ અને યુદ્ધ, સત્ય અને સત્તા વચ્ચેના સંઘર્ષને રસાળ રીતે આલેખતી આ વાર્તા તમને એક અલગ વિશ્વમાં વિહાર કરાવશે. એકી બેઠકે પૂરી કરી શકાય એવું કદ છે અને એકી બેઠકે વાર્તા પૂરી કરવી પડે એવો ધારાપ્રવાહ છે.
Product Details
- Pages:168 pages
- Language:Gujarati
- Format:Paperback