logo

ધૂંધળા સ્મરણપટ (Poetry)

ધૂંધળા સ્મરણપટ

ચિંતન પરીખ

એક સફળ ઉદ્યોગપતિ અને ટેનિસના ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે શ્રી ચિંતનભાઈ પરીખ અમદાવાદમાં પ્રખ્યાત છે. મૂર્ધન્ય કવિ શ્રી નિરંજન ભગતસાહેબના સાંનિધ્યમાં આવતાં તેમના ભીતર પડેલો કવિતાપ્રેમ જીવંત થાય છે‌ અને ધીમે ધીમે તેમના ઘરમાં વિશ્વકવિતાનું વાતાવરણ રચાતું જાય છે. ગઝલ અને સંગીતમાં ઊંડો રસ ધરાવતા ચિંતનભાઈ કાળક્રમે ગઝલના છંદશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર તરફ ખેંચાય છે અને શનિસભામાં સતત હાજરીથી ગઝલ પ્રત્યેની તેમની શ્રદ્ધા વધતાં તેમનામાં એક ગઝલકારનો જન્મ થાય છે. મૂળ અમદાવાદ શહેરમાં જન્મેલા અને શહેરી મિજાજ ધરાવતા ચિંતનભાઈની ગઝલોમાં શહેરી ભાવ-પરિવેશ વિશેષ રૂપે અભિવ્યક્ત થતો જણાય છે. જીવન, મૃત્યુ, ઈશ્વર, એકલતા જેવા ગઝલના સાંપ્રત વિષયોને ચિંતનભાઈએ પોતાના મૌલિક અંદાજમાં ગઝલોમાં વણી લીધા છે.
ચિંતનભાઈની ગઝલોમાં વિષયવૈવિધ્ય તો જોવા મળે જ છે, સાથે ગઝલમાં ખેડાતા વિવિધ છંદોનું વૈવિધ્ય પણ પ્રચુર પ્રમાણમાં વર્તાય છે. ક્યાંક બોલચાલની ભાષાથી પર જઈ ઓછા વપરાતા ઉર્દૂ અલફાઝ અને સંસ્કૃતના તત્સમ શબ્દોને ગઝલમાં પ્રયોજી પ્રયોગશીલ ગઝલો પણ આપી છે. છંદોના ચુસ્ત પાલન અને ગ્રાહ્ય છૂટછાટ વગર પ્રયોજાયેલી આ ગઝલોમાં ચિંતનભાઈની ગઝલલેખન પ્રત્યેની નિષ્ઠા પ્રગટ થાય છે. તેમની ગઝલોમાં સ્વપ્ન, મિલન, વિચ્છેદ અને યાદોના તીવ્ર ભાવો પ્રતિબિંબિત થાય છે.
ગઝલની ચાલી આવતી ઘરેડને અનુસરવા કરતાં ચિંતનભાઈએ અહીં પોતીકો અવાજ શબ્દબદ્ધ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે જે ભાવકોને ગઝલના શુદ્ધ અને વિચારપ્રધાન ભાવવિશ્વમાં લઈ જશે.  

₹275.00

  • Pages: 164 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Poetry
  • Dimensions: 225 cm x 144 cm
  • Weight: 188 gm
scroll-top