ભરત ગોહેલ (ડૉ.)
ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસથી સભર કાવ્યોની પરંપરા આદિકાળથી ચાલતી આવી છે. ભરતભાઈ આ પરંપરામાં પોતાનો આગવો સૂર ઉમેરે છે. ગોંડલ સ્થિત પૂજ્ય નાથાભાઈ અને રમાબેનના સાનિધ્યમાં આવતા ભરતભાઈને ઈશ્વર અને પરમતત્વ સાથે તાદાત્મ્ય કેળવાતું જાય છે. પોતાની આ આધ્યાત્મિક અનુભૂતિને માર્મિક રીતે અભિવ્યક્ત કરવા તેઓ ગઝલો અને ગીતોનો સહારો લે છે.
ભક્તિના સંપૂર્ણ રંગે રંગાયેલા કવિનાં ગીતોમાં ક્યાંક વ્રજભાષાનો લહેકો પણ જોવા મળે છે, તો ક્યાંક જગતજનનીનુ આહવાહન કરતાં ગીતો પણ છે અને ક્યાંક કબીરના દુહાની છાંટ આપતા હિન્દી ગીતો પણ છે.
સ્વયં સાથે કરેલા સંવાદની ફળશ્રુતિ રૂપે થયેલ પ્રત્યક્ષ ઈશ્વરપ્રાપ્તિના આનંદને અભિવ્યક્ત કરતાં ગીતો અને ગઝલો વાચકોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે.