logo

એવાં ઘણાં છે ફૂલો (Poetry)

એવાં ઘણાં છે ફૂલો

શૌનક જોશી

વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો.
આ કવિ પાસે એક સારી ગઝલ કહેવા માટે જરૂરી તમામ બાબતો જેવી કે શુધ્ધ છંદોવિધાન, રદીફ કાફિયાની ઉચિત ગૂંથણી, દાવા-દલીલની સૂઝ, યોગ્ય ભાષાકર્મ અને અનુભૂતિની બોલચાલની ભાષામાં નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિ જોવા મળે છે. આ કવિ ગઝલ કહે છે ત્યારે ગઝલ નીખરી આવે છે.
શૌનક જોષીએ ટૂંકા ગાળામાં પોતાની સત્ત્વશીલ ગઝલો દ્વારા સહુનું ધ્યાન ખેંચ્યું છે. તેમની નિષ્ઠાપૂર્વકની ગઝલસાધનાનું સુફળ એટલે તેમનો આ પ્રથમ ગઝલસંગ્રહ ‘એવાં ઘણાં છે ફૂલો’.

₹150.00

  • Pages: 78 pages
  • Language: Gujarati
  • Binding: Paperback
  • Type: Poetry
  • Dimensions: 220.00 cm x 144.00 cm
  • Weight: 156 gm
scroll-top